Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉમરપાડામાં સુરત જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ મનહર પટેલનું કોંગ્રેસ કાર્યકરોએ સ્વાગત કર્યું.

Share

સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ મનહર પટેલ ઉમરપાડા ખાતે આવી પહોંચતા કોંગ્રેસના કાર્યકરોએ તેમનું સ્વાગત સન્માન કર્યું હતું
સુરત જિલ્લા કોંગ્રેસનું સુકાન મનહરભાઈ પટેલે સંભાળ્યા બાદ પ્રથમવાર તેઓ ઉંમરપાડા તાલુકાની મુલાકાતે આવ્યા હતા આ સમયે તેમણે કોંગ્રેસના કાર્યકરો સાથે એક બેઠક યોજી જણાવ્યું કે આગામી સમયમાં આપણે કોંગ્રેસના સંગઠનને ગામે ગામ અને ઘર ઘર સુધી લઈ જવું પડશે મોંઘવારી બેકારી સહિત અનેક પ્રકારની સરકારની નિષ્ફળતાઓથી તમામ વર્ગના લોકો કંટાળી ગયા છે.

આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ થશે એ વાત હવે સ્પષ્ટ થઈ ચૂકી છે સત્તાધારી પક્ષનો કોઈપણ જાતનો ડર રાખ્યા વિના ઉંમરપાડા વિસ્તારના લોકોની જે મુશ્કેલીઓ છે અને લોક પ્રશ્નોનો છે તેને વાંચા આપો પ્રશ્નોના નિરાકરણ માટે લડત આંદોલનનું આયોજન કરો જિલ્લા કોંગ્રેસ સમિતિ તમારા કાર્યક્રમમાં હાજર રહેશે કોંગ્રેસનું સંગઠન તમારી પડખે છે લોકોને ન્યાય અપાવવાનું કામ આપણે કરવું પડશે. આ કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવા, જગતસિંહ વસાવા, હિતેશ પટેલ, ભુપેન્દ્ર વસાવા, સોહનલાલ સેન, ધારાસિંગ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

રાજપીપલા ખાતે શ્રીજી મેડિકલ સ્ટોરના સેવાભાવિ રાજેન્દ્ર પટેલ દ્વારા ત્રણ દિવસમાં 800 થી વધુ લીટર આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ઝઘડીયાના તલોદરા ગામે ગાડી પાર્ક કરવા બાબતે પિતરાઇ ભાઇઓ બાખડયા.

ProudOfGujarat

ભરૂચ : અબોલ જીવની વ્હારે આવતું સાર્થક ફાઉન્ડેશન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!