સુરતમા શિક્ષણ સમિતિ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં શિક્ષણ સમિતિની શાળાઓ શરૂ થતા પહેલા ધોરણમાં પ્રવેશ મેળવનાર બાળકોના પગની છાપ લેવામાં આવી હતી અને તેમની પગની છાપ સાથે જ તેમના વાલીઓને ફોટો ફ્રેમ બનાવી સંભારણા રૂપે અર્પણ કરાશે.
સુરતમાં શિક્ષણ સમિતિની શાળાઓ શરૂ થઈ છે શાળાઓ શરૂ થતાની સાથે જ બાળકોના કિલ્લોલથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઊઠયું હતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો શિક્ષણ સમિતિ દ્વારા આ વર્ષે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં પહેલા ધોરણમાં પ્રવેશ મેળવનાર બાળકોના પગની છાપ લેવામાં આવી હતી. બાળકો પ્રથમ પગલું શાળામાં મુક્તા જ તેમના બંને પગની છાપ લેવામાં આવી હતી. આ છાપ આજીવન તેમના પ્રથમ ધોરણની યાદગીરી રહે તે માટેનો શિક્ષણ સમિતિનો આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં આ તમામ બાળકોના પગની છાપ લઇ શિક્ષણ સમિતિ દ્વારા તેમની ફ્રેમ બનાવવામાં આવશે અને ફ્રેમ બનાવી તેમના વાલીઓને અર્પણ કરવામાં આવશે. બાળકના પ્રથમ પગની છાપ હંમેશા માટે તેનું સંભારણું બની રહે તે માટે સમિતિ દ્વારા આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. મહત્વની વાત છે કે બાળકનું જીવન પહેલા ધોરણથી જ શરૂ થાય છે અને પ્રથમ પાયો અને પ્રથમ પગલા શાળામાં મૂકતાંની સાથે જ એક શિક્ષણ સમિતિ દ્વારા તેમના પગની છાપ લેવામાં આવી હતી.