સુરતમાં દેશના સૌથી પહેલા થ્રી લેયર ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નવસારીના સાંસદ તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સહારા દરવાજા મલ્ટી લેયર બ્રિજનું લોકાર્પણ કર્યું. આ મલ્ટી લેયર બ્રિજથી સુરતના 15 લાખ જેટલા લોકોને ફાયદો થશે.
સહારા દરવાજા મલ્ટી લેયર બ્રિજ સુરતનો સૌથી ઊંચો અને દેશનો સૌપ્રથમ મલ્ટી લેયર બ્રિજ છે. આ બ્રિજનું નિર્માણ રૂ.133.50 કરોડના ખર્ચે બનાવાવમાં આવ્યો છે. આ થ્રી લેયર બ્રિજને કારણે રિંગ રોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યાનો અંત આવશે. સહારા દરવાજા મલ્ટી લેયર બ્રિજથી રિંગ રોડ ફ્લાઈઓવર બ્રિજ પરથી થઇને સુરત-કડોદરા રોડ તરફ રેલવે ક્રોસિંગ પર કરીને જય શકાશે.
દેશના સૌ પ્રથમ થ્રી લેયર બ્રિજ સહારા દરવાજા મલ્ટી લેયર બ્રિજના લોકાર્પણ થવાથી સુરતીઓમાં આંનદની લાગણી છવાઈ છે. આ બ્રિજના સ્ટ્રક્ચરની વાત કરીએ તો બ્રિજની લંબાઈ 2.5 કિલોમીટર છે. આ સાથે જ તે સુરતનો સૌથી ઊંચો બ્રિજ છે. આ બ્રિજથી 15 લાખ નાગરિકોને સીધો ફાયદો થશે.
સુરત-મુંબઈ વેસ્ટર્ન રેલવેલાઈન ઉપર સહારા દરવાજા રેલવે ગરનાળા ઉપર તથા સુરત-બારડોલી રોડ પર કરણીમાતા જંકશન પર અંદાજિત 133 કરોડ 50 લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત સુરતની શાન સમા અને ગુજરાતના સૌ પ્રથમ મલ્ટીલેયર અને મલ્ટી ડિરેક્શન રેલવે ઓવરબ્રિજ/ફ્લાય ઓવરબ્રિજનું સાંસદ સી.આર.પાટીલના હસ્તે આજે 19 જૂને સાંજે લોકાર્પણ કરવામાં આવ્યું. કડોદરાથી સહારા દરવાજા તરફ આવેલા અવધ ટેક્ષટાઈલ માર્કેટ ખાતે લોકાર્પણ સમારોહ યોજાયો હતો.