હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે સગીર નશા માટે ઘરવખરીનો સામાન ગીરો રાખવા લાગ્યો છે. પૈસા ન આપવા માટે તેણે તેના પિતા પર ઘણી વખત હુમલો પણ કર્યો છે. પિતાએ જણાવ્યું કે ફરિયાદ કર્યા પછી પણ જ્યારે કોઈ કાર્યવાહી ન થઈ તો પુત્રને તેની હાલત પર છોડી દેવામાં આવ્યો.
ચોંકાવનારી વાત એ છે કે પોલીસ શહેરને નશામુક્ત બનાવવા અભિયાન ચલાવી રહી છે, પરંતુ જ્યારે આવા કિસ્સાઓ આવે છે ત્યારે તેની અવગણના કરે છે. ‘સે ટુ નો ડ્રગ્સ’ ઝુંબેશ ચલાવવા છતાં, શહેરમાં સોસાયટીની અંદર ડ્રગ્સ છૂટથી વેચાય છે.
પિતાએ સગીર પુત્રનો નશો કરતો વીડિયો પણ બનાવ્યો છે. વીડિયોમાં સગીર ભોજનની થાળીમાં MD ડ્રગ્સ મૂકીને નાકમાંથી ખેંચતો જોવા મળે છે. પિતાએ ગૃહ રાજ્યમંત્રીને અરજી કરી, પરંતુ કંઈ થયું નહીં. પુત્રને ત્રણ વખત શહેરથી દુર લઈ જવામાં આવ્યો હતો, છતાં તે ભાગીને પાછો આવ્યો હતો. હવે તેને તેની હાલત પર છોડી દેવામાં આવ્યો છે. પિતાએ પુત્રને કહ્યું છે કે હું બરબાદ થઈ ગયો છું, તારે જે કરવું હોય તે કર.
ચાર લાખની લોન લઈને લોન ભરપાઈ કરી, પુત્ર એ ઘરનો સામાન ગીરવે રાખ્યો હતો પરિવારજનોએ જણાવ્યું કે પૈસા ન મળવાના કારણે પુત્રએ ઘરનો સામાન ગીરવે મૂકીને ડ્રગ્સ ખરીદી હતી. ઘણી વખત ગીરવે મુકેલ મોબાઈલને છોડાવેલ છે. તેણે 4 લાખ રૂપિયાની લોન લઈને પુત્રનું દેવું ચૂકવી દીધું છે. દીકરો ડ્રગ્સની એવી ગંદકીમાં ફસાઈ ગયો છે કે તેમાંથી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ છે. પુત્રના આ વ્યસનથી આખો પરિવાર બરબાદ થઈ ગયો છે.
પીડિતાના પરિવારે જણાવ્યું કે તેમની સોસાઈટીના મોટાભાગના બાળકો ડ્રગ્સના બંધાણી બની ગયા છે. ડ્રગ્સના વેપાર સાથે સંકળાયેલા લોકો એટલા શક્તિશાળી છે કે પોલીસ પણ તેના સુધી પહોંચી શકતી નથી. જેઓ ફરિયાદ કરવા જાય છે તેમને પોલીસ મદદ કરતી નથી. આ જ કારણ છે કે સોસાયટીના લોકો પોલીસ સ્ટેશન જવાનું ટાળતા હોય છે.
પરિવારે જણાવ્યું કે પુત્રને પહેલા કોઈ આદત નહોતી. કોરોના મહામારી દરમિયાન દેશવ્યાપી લોકડાઉન હતું. બધું બંધ હતું. ત્યારે સોસાયટી પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેતાં બાળકોની સંગતમાં દીકરો આવ્યો. જે બાદ ધીમે-ધીમે ડ્રગ્સની લત લાગી ગઈ. પૈસા માટે ઘરમાં ઝઘડો થવા લાગ્યો. વસ્તુઓ તોડવાનું શરૂ કર્યું. એકમાત્ર પુત્ર હોવાથી માતા-પિતા પણ કંઈ કરી શકતા નથી.
શહેરમાં રાંદેર સાથે ડ્રગ્સનું કનેક્શન હોવાની માહિતી સામે આવી છે. રાંદેરથી શહેરના વિવિધ વિસ્તારોમાં સગીર બાળકો મારફતે મેફેડ્રોન ડ્રગ્સ પહોંચાડવામાં આવે છે. રાંદેરમાં ડ્રગ્સનો મોટો સપ્લાયર છે, જે ખૂબ જ પાવરફુલ છે. પોલીસ તેની સામે કાર્યવાહી કરવામાં પણ ડરી રહી છે. છતાં ગત વર્ષે પોલીસે તકેદારી દાખવતા અનેક ડ્રગ્સ સપ્લાયરોની ધરપકડ કરી હતી.