દેશભરમાં સૌભાગ્ય વતી મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કારવા માટે વડ સાવિત્રીનું વ્રત તેમજ ઉપવાસ રાખીને વડના વૃક્ષ અને યમદેવની પૂજા કરે છે. તેમજ ભારતીય સંસ્કૃતિમાં આ વ્રત આદર્શ નારીત્વનું પ્રતિક માનવામાં આવે છે. વડ સાવિત્રીના વ્રતમાં વડ અને સાવિત્રી, બંનેનું પણ ખુબ જ વિશેષ મહત્વ હોય છે, હિંદુ ધર્મ શાસ્ત્રો અનુસાર પીપળાના વૃક્ષની સામે વડનું વૃક્ષ અને પીપળાના વૃક્ષનું પણ એટલું જ મહત્વ ધરાવે છે. આ વૃક્ષને પણ વિશેષ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આપણા પ્રાચીન શાસ્ત્ર અનુસાર વડ વૃક્ષના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં ભગવાન વિષ્ણુ અને અગ્રભાગમાં ભગવાન શિવનો વાસ માનવામાં આવે છે. તેમજ એવું પણ કહેવામાં આવે છે કે તેને નીચે બેસીને પૂજા તેમજ વ્રતકથા વગેરે સાંભળવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. જેથી મહિલાઓ દ્વારા પોતાના પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે અને પરિવારની સુખ સમૃદ્ધિ માટે આજરોજ વિવિધ મંદિરોના પટાંગણમાં આવેલા વડના વૃક્ષની 11,21, 51, 101 પ્રદિક્ષણા કરી પૂજા-અર્ચના કરી વડ સાવિત્રીનું વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી.
વિનોદ મૈસૂરિયા : વાંકલ
સુરત : માંગરોળના વાંકલ ખાતે મહિલાઓએ વડ સાવિત્રીનાં વ્રતની કરી ઉજવણી.
Advertisement