Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરતના પાલનપુરમાં સ્તનપાન કર્યા બાદ પાંચ માસની માસૂમ બાળકીનું મોત.

Share

શહેરના પાલનપુરમાં સ્તનપાન કર્યા બાદ પાંચ માસની માસૂમ બાળકીનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. પાલનપુર પાટિયા વિસ્તારમાં શંકરનગર ખાતે રહેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બાળકીને માતાએ સ્તનપાન કરાવ્યા બાદ મોતને ભેટી છે. પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતા રાકેશ દાસ ફૂટની લારી ચલાવી પત્ની કિરણદેવી અને બે પુત્ર તથા ત્રણ પુત્રી સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે.

દરમિયાન રાકેશની ત્રણ પુત્રી પૈકી પાંચ માસની શિવાનીને સોમવારે રાતે સ્તનપાન કરાવ્યું હતું. પાંચ માસની શિવાની સવારે નહીં જાગતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે શિવાનીને મૃત જાહેર કરી હતી. બાળકીના મોત અંગનું સચોટ કારણ જાણવા માટે રાંદેર પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. જેના રિપોર્ટ બાદ કારણ જાણવા મળશે. વધુ તપાસ રાંદેર પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જય ભારત રીક્ષા એસોસિએશન દ્વારા ગોલ્ડન બ્રિજ ઉપર થી રીક્ષાઓ ચાલુ રાખવા બાબતે જીલ્લા સમાહર્તા ને આવેદન પત્ર પાઠવ્યું હતું…………

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે ખાદી ફોર નેશન – ખાદી ફોર ફેશન અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વૈશ્વિક બજારના નબળા સંકેતો પછી, સ્થાનિક શેરબજાર ગુરુવારે સપાટ ખુલ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!