Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરતના ઉમરા વિસ્તારમાંથી મહિલાને પ્રેમજાળમાં ફસાવી સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું.

Share

સુરતના ઉમરા વિસ્તારમાંથી મહિલાને પ્રેમજાળમાં ફસાવી બંગ્લા ઉપર બોલાવી મિત્રોને હવાલે કરી દીધી હતી અને પછી સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું.

સુરતના ઉમરા વિસ્તારમાં સામૂહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. મહિલાને પ્રેમજાળમાં ફસાવીને તેની ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ત્રણ ઈસમોએ મહિલા ઉપર દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. એક યુવકે મહિલા સાથે પરિચય પરિચય કેળવ્યો હતો. અને તેણીને વિશ્વાસમાં લીધી હતી. અને પ્રેમજાળમાં ફસાવીને બંગલા પર બોલાવી હતી. અને પોતાના જ અન્ય બે મિત્રોના હવાલે કરી દીધી હતી. જયંત, યોગી નામના ઈસમો સહિત ત્રણ સામે ફરિયાદ નોધાવવામાં આવી છે. ઉમરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

અત્રે નોધનીય છે કે, યુવાનને અગાઉ મહિલા સાથે પરિચય થયો હતો. બંગલા નંબર 18, નંદનવન સોસાયટી, રંગીલાપાર્ક ઉમરા ખાતે રહેતા આરોપી જયંત ઉર્ફે જય હેમંતની મુલાકાત 27 વર્ષીય મહિલા સાથે થઇ હતી. દોઢ મહિના પહેલાં બંને વચ્ચે થયેલી ઓળખાણ મિત્રતામાં પરિણમી હતી. આરોપી જયંત અને મહિલા વચ્ચે મુલાકાતો વધતાં તેમણે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. અને બંને વચ્ચે શારીરિક સંબંધો શરૂ થયા હતા. પરંતુ આરોપી જયંતે મહિલાનો વીડિયો ઉતાર્યો હતો. અને આ વીડિયોના આધારે જયંત તેને બ્લેકમેલ કરી વાંરવાર શરીર સંબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો. 8 મે 2022 ના દિવસે સાંજે 6:30 કલાકે બનેલી ઘટનામાં આરોપી જયંત ઉર્ફે જય હેમંતે મહિલાને પોતાના બંગલા પર બોલાવી હતી.

જ્યાં અગાઉથી તેના બે મિત્રો પણ હાજર હતા. અને પહેલા જયંત અને બાદમાં તેના બે મિત્રોએ બળજબરી પૂર્વક તેની સાથે સંબંધો બનાવ્યા હતા. અને તેણીને માર માર્યો હતો. તેને જાનથી મારી નાંખવાની પણ ધમકી પણ આપી હતી.


Share

Related posts

માનવ વાસ્તવિક વિકાસ કેન્દ્ર એ ઝઘડીયા સેવારૂરલને ૨૦૦ ધાબળા આપ્યા.

ProudOfGujarat

વડોદરાનાં ગણેશપુરામાં 10 થી 12 લોકોને બચકાં ભરનાર કપિરાજ પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

ProudOfGujarat

ભાવનગરમાં ચકાસણી કામગીરીમાં 123 ઇવીએમ-વીવીપેટ રીજેક્ટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!