સુરત જિલ્લા પંચાયત સંચાલિત શિક્ષણ સમિતિ સંચાલિત જિલ્લાના તાલુકાના શિક્ષકોનો વધઘટ કેમ્પ લસકાણા પ્રાથમિક શાળામા યોજાયો હતો. પ્રથમ ડૉ. દિપક આર દરજી એ નિયમો બાબતે શિક્ષકોને ખુબ સારી સમજ આપી હતી. આ કેમ્પમા વધ થયેલા શિક્ષકોને બોલાવવામાં આવેલ હતા અને તેઓને નિયમ બદલીના નિયમ મુજબ કેમ્પ રાખી બોર્ડ ઉપર જગ્યા બતાવી શિક્ષકોને જે તે જગ્યાની પસંદગી આપવામાં આવી હતી. આ કેમ્પમા દરેક તાલુકા થઇ કુલ 144 શિક્ષકો એ કેમ્પમા ઓર્ડર લીધા હતા. આ કેમ્પમા જિલ્લા પ્રાથમિક શિક્ષણા ધિકારી ડો દિપક આર દરજી, નાયબ ડી પી ઈ ઓ સ્વાતિ બેન પટેલ, દરેક તાલુકાના ટી પી ઈ ઓ, સુરત જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદ ભાઈ ચૌધરી, રીનાબેન, દિનેશભાઈ સોલંકી, ઇમરાનખાન પઠાણ, ચેતનકુમાર પ્રજાપતિ, અશ્વિનભાઈ પટેલ, સીરાજભાઈ મુલતાની અન્ય હોદ્દેદારો દરેક તાલુકા ઘટક સંઘના પ્રમુખ મંત્રી હાજર રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ