માંગરોળ ઉમરપાડા તાલુકા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ પદે વાંકલના પત્રકાર મહેન્દ્રસિંહ અટોદરિયાની વરણી કરવામાં આવી છે જ્યારે સુરત જિલ્લા પત્રકાર એકતા પરિષદના ઉપપ્રમુખ પદે માંગરોળ તાલુકા માંથી વાંકલના પત્રકાર વિનોદ મૈસુરીયાની વરણી કરવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ પત્રકાર એકતા પરિષદના પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયા અને પ્રદેશ પ્રભારી ગૌરાંગભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ પ્રથમવાર પત્રકારોના રક્ષણ હક અધિકારો પત્રકારના અવાજને બુલંદ કરવા માટે પ્રથમ વાર રાજ્ય લેવલે પત્રકારોનું એક મજબૂત સંગઠન બની રહ્યું છે જેમાં ગુજરાતના 33 જિલ્લાઓ અને 252 તાલુકાઓમાં પત્રકાર એકતા પરિષદ નામના સંગઠનની રચના કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે જેના ભાગરૂપે સુરત જિલ્લાના માંગરોળ ઉમરપાડા તાલુકામાં પત્રકાર એકતા પરિષદના સંગઠનની રચના માટે વાંકલ સરકારી સાયન્સ કોલેજ સભાખંડ ખાતે પત્રકાર એકતા પરિષદ સુરત ઝોનના સહ પ્રભારી નીતિનભાઈ ઘેલાણીના અધ્યક્ષ સ્થાને અને સુરત જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ હકીમ વાના, નરેશ વીરાણી સહિતના સિનિયર પત્રકાર આગેવાનોની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઇ હતી જેમાં તેઓ ના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પત્રકારો ની સર્વ સહમતિ થી માંગરોળ ઉમરપાડા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ અટોદરિયાની વરણી કરવામાં આવી છે. તેઓ હાલ માંગરોળ તાલુકા પત્રકાર સંઘના પ્રમુખ પદે સેવા આપી રહ્યા છે જ્યારે સુરત જિલ્લા પત્રકાર એકતા પરિષદના ઉપપ્રમુખ પદે માંગરોળ તાલુકામાંથી વાંકલના પત્રકાર વિનોદ મૈસુરીયાની વરણી કરવામાં આવી છે. તાલુકાના અન્ય હોદ્દેદારોમાં ઉપપ્રમુખ પદે દીપકભાઈ પુરોહિત વાંકલ, મહામંત્રી પદે સંતોષભાઈ મૈસુરીયા વાંકલ, મંત્રી પદે નિલયભાઈ ચૌહાણ દેગડીયા, સહમંત્રી પદે નલીનભાઈ ચૌધરી ભડકુવા, ખજાનચી પદે ગણપતભાઈ ગામીત વેરાકુઇ, તાલુકા આઈ ટી સેલ કાર્યવાહક પદે સત્તારભાઇ શેખ પાલોદની વરણી કરવામાં આવી છે સાથે નવા સંગઠનના સભ્ય પદે ઇમરાનખાન પઠાણ માંગરોળ, કરુણેશભાઈ ચૌધરી વાંકલ, સહિતના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે વરણી કરાયેલા તમામ નવા હોદ્દેદારો નુ જિલ્લાના આગેવાનોએ હારતોરા સ્વાગત સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ