સુરત મહાનગરપાલિકાના પ્રાણીસંગ્રહાલય નેચર પાર્ક, એક્વેરિયમ અને ગોપી તળાવ સહિત શહેરના અને ગાર્ડનમાં હાઉસ ફૂલ જેવો માહોલ છે. લોકોને મનોરંજન માટે મુશ્કેલી ન પડે તે માટે સોમવારની રજા પણ રદ કરવામાં આવી છે. વેકેશનને કારણે હરવા-ફરવાના સ્થળો પર લોકોની ભીડ સાથે પાલિકાની આવકમાં પણ વધારો થઇ રહ્યો છે. સ્કૂલ અને કોલેજમાં વેકેશન પડવાની સાથે જ અનેક સુરતીઓ બહારગામ ફરવા ઉપડી ગયા છે. પરંતુ સુરતમાં રહેતા સ્મૃતિઓ અને તેમને ત્યાં આવેલા મહેમાનો સુરત મહાનગરપાલિકાના ફરવાના સ્થળ ઉપર પહોંચી ગયા છે.
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાનું પ્રાણીસંગ્રહાલય (નેચર પાર્ક) હાલ મુલાકાતીઓથી ઉભરાઇ રહ્યો છે. વેકેશનની રજા ઉપરાંત શનિ-રવિના દિવસોમાં નેચર પાર્કમાં કીડીયારું ઉભરાતું હોય તેવા દૃશ્યો સર્જાઈ રહ્યા છે. હાલ ગરમીના માહોલમાં કુદરતી વાતાવરણ એવા નેચર પાર્કમાં લોકોની ભીડ વધી રહી છે. સામાન્ય દિવસોમાં પાલિકાના નેચર પાર્કમાં સોમવારે રજા હોય છે પરંતુ હાલ વેકેશનમાં લોકોનો ધસારો જોઈને સોમવાર ની રજા પણ રદ કરવામાં આવી છે. આવી જ રીતે શહેરની મધ્યમાં આવેલા ગોપી તળાવમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. બપોર પછી ગોપી તળાવ બંધ થાય ત્યાં સુધીમાં અનેક મુલાકાતીઓ ગોપી તળાવમાં મનોરંજન માટે આવી રહ્યા છે.
સુરત મહાનગરપાલિકાના પ્રાણીસંગ્રહાલય નેચર પાર્ક, એક્વેરિયમ અને ગોપી તળાવ સહિત શહેરના અને ગાર્ડનમાં હાઉસ ફૂલ જેવો માહોલ.
Advertisement