Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત જિલ્લામાં બાયોડીઝલનું વેચાણ કરતા ત્રણ ઇસમોને જિલ્લા પોલીસે ઝડપી પાડયા.

Share

સુરત જિલ્લામાં ફરી એકવાર બાયોડીઝલનું વેચાણ શરૂ થતા જિલ્લા પોલીસે આંખલાલ કરતા માંગરોળના ધામડોદ ગામ ખાતે જી.એ.બી. સબસ્ટેશન નજીક પતરાનો શેડ બનાવી ગેર કાયદેસર રીતે બાયોડીઝલ વેચાણ કરતા ત્રણ લોકોને જિલ્લા પોલીસે ઝડપી પાડ્યા હતા.

સુરત જિલ્લામાં ઘણા સમયથી અવારનવાર ગેરકાયદે બાયોડિઝલનો જથ્થો વિશાળ સંખ્યામાં ઝડપાયો છે. તંત્રની કોઇ બીક ન હોય તેમ કેટલાક તત્વો ખુલ્લેઆમ હાઇવે ઉપર બાયોડીઝલ ગેરકાયદે રીતે વેચી રહ્યાં છે. પોલીસ પણ બાતમી મળે ત્યારે દરોડો પાડીને આ પ્રકારે ગેરકાયદે રીતે વેચાતું બાયોડીઝલ ઝડપે છે. ત્યારે સુરત ગ્રામ્ય પોલીસની ટીમે મળેલ બાતમીના આધારે ધામડોદ ગામની સીમમાં ને.હા-48 ઉપર ટીકમોન કંપની તથા જી.ઇ.બી સબસ્ટેશનની વચ્ચે આવેલ પતરાના શેડવાળી જગ્યાએ રેડ કરી હતી. તે સમયે ત્યાં હાજર ત્રણ વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે બાયોડિઝલનું વેચાણ કરતાં ઝડપાયા હતા. પકડાયેલ શખ્સોની પૂછપરછ કરતાં તેમણે પોતાના નામ અકબર અફસાર શેખ (રહે, જૂના કોસંબા, ઈદગાહ ફળિયું, તા-માંગરોળ), ઝુબેર યુસુફ શાહ (રહે, જૂના કોસંબા, ઈદગાહ ફળિયું) તથા મુસ્તાકઅલી ઈસ્માઈલ છીતા (રહે, હથોડા ગામ, મસ્જિદફળિયું) નો હોવાનું જણાવ્યુ હતું. સ્થળ પરથી પોલીસે 520 લિટર બાયોડિઝલ, એક કાર નંબર જીજે-19-એએમ-8006 તથા એક્ટિવા મોપેડ નંબર જીજે-19-એક્યૂ-9205 તથા ઇલેક્ટ્રીક સ્ટેબિલાઇઝર મળી કુલ રૂ. 4,17,900 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

કેવડીયા સરકારી શાળાની એજ્યુંકેસનલ ઈનોવેસનલ ફેસ્ટીવલમાંરાજયકક્ષાએ પસંદગી

ProudOfGujarat

અમદાવાદ : વસ્ત્રાપુરના ન્યુયોર્ક ટાવરમાં PCB ની રેડ, જુગાર રમતા 19 ઇસમો પકડાયા

ProudOfGujarat

ગીર જંગલમાં મેઘમહેરથી નદી નાળાં છલકાયાં , લીલીછમ હરિયાળીથી ઘેરાયેલો દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!