સુરત | SMC એ સુરતને સ્વચ્છ રાખવા માટે ઘણા પ્રોજેક્ટ હાથ ધર્યાં છે, પરંતુ હવે આ કામ દરેક સુરતીઓનું પણ છે જ. તેથી જ ૯૪.૩ માય એફએમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને સાથે મળીને સુરતને સ્વચ્છ રાખવાની ઝુંબેશ ઉપાડી. જેમાં સ્કૂલ્સ, સોસાયટીઓ અને ઓફિસ ને સ્વચ્છ કરવા માટે લોકો એ સામેથી રજિસ્ટ્રેશન કરાવ્યું. એ પછીના તબક્કામાં માય એફએમ ના આરજે પ્રતીક્ષા, આરજે પલક, આરજે તુષાર, આરજે મિહિર અને SMC સાથે દરેક લોકોને ત્યાં જઈ સ્વચ્છતાનું નિરીક્ષણ કર્યું અને સ્વચ્છતા મિશનમાં ઉમેરો કરી કારમાં મૂકી શકાય તેવા ડસ્ટબિન પણ આપ્યા. જે લોકોએ આ મિશનમાં સારામાં સારું કાર્ય કર્યું તેમને નોમિનેટ કરવામાં આવ્યા અને તેના ભાગરૂપે ગત શનિવાર તારીખ 29 સપ્ટેમ્બરના રોજ અમેઝિયા- ધ ફેમિલી ક્લબ ખાતે સ્વચ્છ સુરત મિશન ઍવોર્ડ ભવ્ય રીતે યોજાયો. જેમાં સ્કૂલ, સોસાયટીઓ અને ઓફિસોએ સુરતને સ્વચ્છતા સર્વેક્ષણમાં આગળ લાવવા માટે કરેલા પ્રયત્નોને ઍવોર્ડ અપાયા હતા. આ પ્રસંગે ગુલશન ગ્રોવર, સોનલ ચૌહાણ અને ક્લાઉડીયા સિયેસલા હાજર રહ્યા હતા.એવોર્ડ સમાંરભમાં સુરતના જાણીતા ગાયક એવા ભાવિન શાસ્ત્રીએ અને રિતુઝ ડાન્સ સ્ટુડિયોના બાળકોએ હાજર સૌ લોકોને સંગીત અને ડાન્સથીથી મંત્રમુગ્ધ કર્યા હતા. અતિથિ વિશેષ તરીકે સુરતના કલેક્ટર ડૉ. ધવલ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેર પર્શન અનિલ ગોપલાણી અને MLA સંગીતા પાટીલ પણ હાજર રહ્યા હતા. સ્વચ્છ સુરત મિશનમાં ગેપીલ, અવનતીસ ગ્રુપ, સ્પેકટ્રા ઈમિગ્રેશન, અવધ ગ્રુપ, ગૃહમ ગાર્ડન વેલી, નવીન ઇલેક્ટ્રોનિકસ, સીલીકોન હ્યુન્ડાઈ, અને ઓરીએન્ટા સીને એડવર્ડટાઈઝીંગનો સહયોગ રહ્યો હતો..સૌજન્ય D.B
94.3 MYFM અને સુરત મહાનગર પાલિકા દ્વારા ‘સ્વચ્છ સુરત મિશન ઍવોર્ડ’ એનાયત થયો
Advertisement