Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : આપ નેતા ઇશુદાન ગઢવીનો હુંકાર, કહ્યું તમારામાં તાકાત હોય એટલા કેસ કરવાની તૈયારી રાખજો, હું પ્રજા માટે જાન આપવા તૈયાર છું..!

Share

ગતરોજ સુરતના કતારગામ વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો જન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ઈશુદાન ગઢવી, સંગઠન મંત્રી રામ ધડુક, સુરત શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડીયા, સહિતના હોદ્દેદારો અને કાર્યકરો સહિત મોટી સંખ્યાના જનમેદની ઉપસ્થિત રહી હતી.

આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ઈશુદાન ગઢવી એ પોતાના વક્તવ્યમાં ભાજપ, કોંગ્રેસ શાસનની આકરી ટીકા કરી હતી, તેમજ વધતી મોંઘવારી મુદ્દે પણ લોકોને જાગૃત કર્યા હતા.

વધુમાં તેઓએ વર્તમાન સરકાર સામે પ્રહારો કરી જણાવ્યું હતું કે તમારામા તાકાત હોય એટલા કેસો કરવાની તૈયારી રાખજો આ ઇશુદાન ગઢવી પ્રજા માટે જાન આપવા તૈયાર થયો છે, સાથે જ તેઓએ જણાવ્યું હતું કે એક દારૂનો કેસ કર્યો બીજા ૫,૭ કેસ કરશો, મારો આમ આદમી ચૂંટણીમાં એનો બદલો લશે તેમ જણાવી આકરા પ્રહારો કરતા સ્ટેજ પરથી નજરે પડ્યા હતા.

Advertisement

Share

Related posts

તલાટીની પરીક્ષા માટે કન્ફર્મેશન આપ્યું હશે તેમને જ કોલ લેટર મળશે, 20 એપ્રિલ છેલ્લો દિવસ

ProudOfGujarat

ભરૂચ તાલુકાના ઉમરા અને નબીપુર ગામ નજીક વરસાદી કાંસમાંથી દંપતીને બાળક મળી આવતા તેણે પોલીસને જાણ કરી બાળકને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ProudOfGujarat

રાજપીપળા : જિલ્લા કલેક્ટર કોઠારીના અધ્યક્ષપદે યોજાઇ જિલ્લા સંકલન- સહ ફરિયાદ નિવારણ સમિતીની બેઠક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!