Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત જીલ્લાના બારડોલી મથકે જ્વાળા દેવી મંદિરે પાટોત્સવ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઇ.

Share

બારડોલી તાલુકા મથકે આવેલ બારડોલી મૈસુરીયા સમાજની વાડી ખાતે પાટોત્સવ નિમિતે હોમ હવનનો કાર્યક્મ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્મમાં મોટી સંખ્યામાં ભક્તજનો એ માતાજીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. બારડોલી પ્રદેશ મૈસુરીયા સમાજના ટ્રસ્ટી મંડળ ડૉ.વિનોદ મૈસુરીયા, નિકુંજ મૈસુરીયા, યુવક મંડળ, મહિલા મંડળ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદીનું આયોજન સ્વ ભીખાભાઈ રામાભાઈ મૈસુરીયા, સ્વ લક્ષ્મીબેન ભીખાભાઈ મૈસુરીયા, નટવરભાઈ ભીખાભાઈ મૈસુરીયા, પ્રફફુલાબેન, મિનેશ મૈસુરીયા, નીલમબેન મૈસુરીયા, દિનેશભાઈ મૈસુરીયા, સંગીતા મૈસુરીયા, રામપરા તરફથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ, વલસાડ, નવસારી, સુરતથી મૈસુરીયા જ્ઞાતિ બંધુઓ હાજર રહ્યા હતા. આ તકે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલ, બારડોલી ધારાસભ્ય ઈશ્વર પરમાર તેમજ આગેવાનો હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઉમરપાડા તાલુકા કોંગ્રેસે પેટ્રોલ, ડીઝલ, ગેસ સહિતના ભાવ વધારાના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

લખતર ખાતે વિશ્વકર્મા સત્સંગ કથા યોજાઈ

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે નં. 48 પર ખરોડ ચોકડી પાસે લેન્ડમાર્ક હોટલ સામે અજાણ્યા વાહનની ટકકરે એક વ્યક્તિનું મોત થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!