Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલસાડના પત્રકાર સામે ખોટી રીતે પોલીસે ગુનો દાખલ કરવા મામલે સુરત જિલ્લા પત્રકાર સંઘની કલેકટરને રજૂઆત.

Share

વલસાડના દક્ષિણ ગુજરાત વર્તમાન અખબારના પત્રકાર સામે ખોટી રીતે પોલીસે ગુનો દાખલ કરવા મામલે સુરત જિલ્લા પત્રકાર સંઘ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને પત્રકાર સામે દાખલ કરાયેલી એફઆઈઆરમાં સી સમરી ભરવા માટે માંગ કરવામાં આવી હતી.

વલસાડ જિલ્લા તે પ્રસિદ્ધ થતા સાપ્તાહિક દક્ષિણ ગુજરાત વર્તમાન અખબારમાં દારૂની હેરાફેરી સંદર્ભે વહીવટદારોએ સેટિંગ કરી લીધું હોવાના શીર્ષક સાથે અહેવાલ છપાયા હતા. જે અહેવાલ બાદ અખબારના તંત્રી પુણ્યપાલ શાહ વિરૂધ વલસાડ પોલીસે ગંભીર કલમ સાથે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. આ ઉપરાંત પોલીસે જેને આ અખબાર સાથે કઈ લેવાદેવા નથી અને તેઓ બીલીમોરા ખાતે પરિવાર સાથે અલગ રહે છે એવા તેમના કાકા જયંતીભાઈ સામે પણ પોલીસે ફરિયાદ નોંધી છે. આ બાબતને સુરત જિલ્લા પત્રકાર સંઘ દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી અને આજરોજ જિલ્લા કલેકટર આવેદનપત્ર આપી પત્રકાર સામે દાખલ કરાયેલી એફઆઇઆર સી સમરી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર પત્રકાર પોતાની ફરજના ભાગરૂપે કામ કરતા હોય છે. આર્ટીકલના આધારે વાચકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરાયો હોવાની પોલીસ જાતે ફરિયાદી બની પત્રકારના પરિવાર સામે પણ ફરિયાદ નોંધાવે એ કેટલા અંશે વ્યાજબી કહેવાય. જો પત્રકારોએ પોલીસ તંત્રના દરેક સમાચાર પોલીસ અધિકારી કહે તે રીતે છાપવાના હોય તો પત્રકારત્વનું મૂલ્ય કઈ રીતે જાળવી શકાશે. આ ઘટના પરથી લાગી રહ્યું છે કે આપની સરકારમાં પણ પોલીસ અધિકારીઓ પોતાની સત્તાનો દુરુપયોગ કરી અધિકારી રાજ ચલાવી રહ્યા છે અને લોકતંત્રના ચોથા સ્થભ ગણાતા મીડિયા નો અવાજ દબાવવાનું કૃત્ય કરી રહ્યા છે સમગ્ર રાજ્યમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. સુરત જિલ્લાના તમામ પત્રકારો આ ઘટનાને વખોડી કાઢી છે. તેમજ ખોટી રીતે મીડિયાને દબાવવા માટે દાખલ કરવામાં આવેલી એફ.આઇ.આર સી સમરી કરવામાં આવે અને ફરી વખત કોઈ પણ મીડિયા કર્મી સામે અહેવાલ સંદર્ભે સત્તાનો દુરુપયોગ કરી ફરિયાદ દાખલ થાય તેવી અમારી માંગણી છે. આ ઉપરાંત સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી હતી.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચનાં ભાજપનાં સાંસદ મનસુખ વસાવાએ કોવિડ-૧૯ રસીનો પ્રથમ ડોઝ લીઘો.

ProudOfGujarat

ભરૂચ એસ.પી ડો.લીના પાટીલ દ્વારા વિજયા દશમી નિમિત્તે વિધિવત શસ્ત્રપૂજનનો કાર્યક્રમ કરાયો.

ProudOfGujarat

જંબુસરમાં કાર પર ક્રેન પડતા ફસાયેલા કાર ચાલકને રેસ્કયુ કરાયા બાદ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!