તા – ૨૧/૦૩/૨૦૨૨ ના રોજ સુરત આર્યસમાજ હોલ ખાતે યોજાયેલ ગુજરાત રાજય ખેલમહાકુંભ -૨૦૨૨ સુરત ડિસ્ટ્રીક્ટ રેસીંગ ચેમ્પિયનશીપ ટીમ તરીકે સ્પોર્ટસ ઓથોરિટિ ઓફ ગુજરાત અને શ્રીકઠોર કેળવણી મંડળ (વ.દે.ગલિયારા હાઇસ્કૂલ) સંચાલિત એડવોકેટ પ્રકાશકુમાર કાંતિલાલ મૈસુરિયા સ્પોર્ટસ સ્કૂલ (જિલ્લા કક્ષા રમત-ગમત શાળા) (સુરત ગ્રામ્ય) – કઠોર મુ.પો. કઠોર, તા. કામરેજ, જિ.સુરત, હાલ – સુરત શહેર ટીમ વિજેતા જાહેર થયેલ છે.
(૧) રમણા નીધિ દિનેશભાઇ ધોરણ – ૮-ક (૨)ચૌહાણતનિષ્ઠાઅરુણભાઇ–ધોરણ– ૭-ક (૩) યાદવ રોહિત શિવશંકરભાઇ – ધોરણ – ૭-૬ (૪) કોળી મિતેશ મુકેશભાઇ ધોરણ – ૯ -ક (૫) નાયકા સુરેશ અરવિંદભાઇ – ધોરણ – ૬-ક (૬) ચાંદપરા વ્યોમ સતીષભાઇ – ધોરણ – ૮-ક ના ઓ મળી બે કન્યા અને ચાર કુમાર મળી કુલ ૬ વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવી વિજેતા થયેલ છે. જયારે
(૭) ઠાકોર કેશી દાલસંગજી – ધોરણ – ૭-ક એ સિલ્વર મેડલ મેળવેલ છે અને (૮)ગામીત સેન્સ રાકેશભાઇ – ધોરણ – ૮-ક એ બ્રોઝ મેડલ મેળવી વિજેતા બનેલ છે. પોતાનું અને શાળાનું નામ ઉજજવળ બનાવવા બદલ અને આનંદ અને ગૌરવ અપાવવા બદલ પ્રમુખ અને ટ્રસ્ટી એડવોકેટ પ્રકાશકુમાર મૈસુરિયા અને આચાર્ય જીતેન્દ્રકુમાર ટંડેલ સાહેબએ તેઓને શુભેચ્છા પાઠવેલ છે અને તેઓનો આભાર વ્યક્ત કરેલ છે. જયારે ટીમના કોચ હિતાર્થ વ્યાસ અને ટ્રેનર રીમા રાજભરની તાલીમની પ્રસંશા વ્યક્ત કરેલ છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ