પોલીસ મહાનિર્દેશક સા., સી.આઇ.ડી ક્રાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ તરફથી નાર્કોટીક્સના ગુનાઓ શોધી કાઢવા તથા ગુનામા સંડોવાયેલ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગેની ડ્રાઇવ રાખેલ હોય જે અનુસંધાને અધિક પોલીસ મહાનિર્દેશક, સુરત વિભાગ ડૉ. એસ.પી.રાજકુમાર સા નાઓની રાહબરી હેઠળ, પોલીસ અધિક્ષક, ઉષા રાડા સા. નાઓએ સુરત ગ્રામ્ય જિલ્લામાં નાર્કોટીક્સ અંગેના ગુનાઓ તથા નાસતા-ફરતા આરોપીઓ શોધી કાઢવા માટે એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર કે જે ઘડુક તથા પોલીસ ઇન્સપેકટર એચ.બી.ગોહિલ નાઓને જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ જે આધારે એસ.ઓ.જી.શાખાના અધિકારી કર્મચારીઓએ અલગ અલગ ટીમો બનાવી જીલ્લામા નાર્કોટીક્સ અંગેના ગુનાઓ શોધી કાઢવા તથા નાસતા-ફરતા આરોપીઓ પકડી પાડવા ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ દ્વારા તપાસ હાથ ધરવામા આવેલ. જે દરમ્યાન તા. ૨૧/૦૩/૨૦૨૨ ના રોજ પેટ્રોલીંગ દરમ્યાન એ.એસ.આઇ. કિરણસિંહ લક્ષ્મણસિંહ તથા પો.કો. આસીફખાન ઝહીરખાન નાઓને ખાનગી રાહે મળેલ બાતમી આધારે માંડવી પો.સ્ટે. FIR નંબર ૧૧૨૧૪૦૩૨૨૧૧૧૯/૨૦૨૧ NDPS કલમ ૮(સી), ૨૦(બી), ૨૯ મુજબના ગુનાના વોન્ટેડ આરોપીને મો- ભાટકોલ ગામના પાટીયા પાસે તા.માંગરોલ જી.સુરત ખાતેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
હસ્તગત કરેલ આરોપી : (૧) ઇમરાનશા હબીબશા દિવાન ઉ.વ.૩૫ હાલ રહે- અગર ગામ, દેડવાડ, તા-તિલકવાડા જી-નર્મદા મુળ રહે. સાવલી, મલેક ફળીયુ, તા-તિલકવાડા જી-નર્મદા જે ગુનામાં હસ્તગત કરેલ તેની વિગત (૧) માંડવી પો.સ્ટે. FIR નંબર ૧૧૨૧૪૦૩૨૨૧૧૧૯૨૪૨૦૨૧ તા.૨૩/૦૬/૨૦૨૧ NDPS કલમ ૮(સી), ૨૦(બી), ૨૯ મુજબ આરોપીની કબુલાત સદર કામનો આરોપીએ તેના સહ આરોપી અઝીઝ સલીમશાહ ફકીર પાસેથી દસ કિલો ગાંજો મંગાવેલ હતો અને આ ગાંજો લેવા સારૂ તેના માણસ શહેબાઝ ફિરોજ દિવાન નાને સુરત કિમ ખાતે અઝીઝ પાસે મોકલાવેલ હતો અને આરોપી અઝીઝ તથા શહેબાઝ નાઓ ગાંજાના જથ્થા સાથે પકડાઇ ગયેલ અને આ ગુનાના કામે પકડાયેલ ગાંજાનો જથ્થો પોતે છુટક વેચાણ કરવા માટે મંગાવેલ હોવાની કબુલાત કરેલ છે.
સદર કામગીરી એસ.ઓ.જી શાખાના I/C પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.જે.ઘડુક સા. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.બી.ગોહીલ તથા એ.એસ.આઇ. કિરણસિંહ લક્ષ્મણસિંહ તથા પો.કો. આસીફખાન ઝહીરખાન તથા પો.કો.વિરમભાઇ બાબુભાઇ તથા પો.કો. ભાવિકભાઇ ડાહ્યાભાઇ તથા પો.કો.નયનકુમાર ધીરજભાઇ નાઓ દ્વારા સંયુકત રીતે કામગીરી કરેલ છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ