સુરતઃ જયપુર ખાતે તાજેતરમાં યોજાયેલી ઇન્ટરનેશનલ ડયુઆથ્લોન ર્સ્પધામાં સુરતના ન્યુટ્રિશ્યનીસ્ટ હિના જુનેજાએ 65 ર્સ્પધકની વચ્ચે 2 કલાક અને 3 સેકન્ડમાં રેસ પુરી કરીને સિલ્વર મેડલ મેળવ્યો છે.જે સુરતની અનેક ખેલાડી યુવતીઓ અને મહિલાઓ માટે પ્રેરણારૂપ અને સુરત માટે ગૌરવની વાત છે.હિનાએ ઓપન ગ્રુપમાં ભાગ લીધો હતો અને બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.બે બાળકની માતા હોવા છતા હિના જુનેજાએ છેલ્લાં 4 મહિનાથી તનતોડ મહેનત કરીને સફળતા હાંસલ કરી છે.
ટફ કોમ્પિટિશનમાં માર્યુ મેદાન
જયપુરના ભારતીય વિદ્યાભવન ખાતે 29 અને 30 સપ્ટેમ્બર બે દિવસ માટે જયપુર ઇન્ટરનેશનલ ટ્રાયથ્લોન 2018નું આયોજન કરવામાં હતુ. જેમાં સુરતની ન્યુટ્રિશ્યનીસ્ટ હિના જુનેજાએ ઓપન ગ્રુપની કેટેગરીમાં ભાગ લીધો હતો.ડયુઆથ્લોન એટલે એમાં 5 કિ.મી. રનીંગ કરવાનું હોય, તે પછી તરત 5 કિ.મી. સાયકલિંગ અને તરત જ ફરી 5 કિ.મી, રનિંગ કરવાનું હોય છે.આવી ટફ કોમ્પિટિશનમાં હિનાએ 2કલાક અને 3 સેકન્ડમાં રનિંગ, સાયકલિંગ અને ફરી રનિંગ એમ કુલ 2કલાક અને 3 સેકન્ડમાં પુરી કરીને બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો.જયપુરની હોટલ મેરિએટમાં યોજાયેલા સમારંભમાં રાજસ્થાનના ડિરેકટર જનરલ ઓફ પોલીસ ઓ.પી. ગલહોત્રાના હસ્તે હિના જુનેજાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.સૌજન્ય D.B