સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા માંડવી તાલુકાના વર ઝાખણ (એચ.પી પેટ્રોલ પંપ સામે ) નભ્યાન બંગ્લોઝ, ખાતે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું.
આ ટુર્નામેન્ટમા માંગરોલ, ચોર્યાસી, ઓલપાડ, મહુવા, ઉમરપાડા, કામરેજ, બારડોલી, પલસાણા, માંડવી તાલુકાએ ભાગ લીધો હતો. પ્રથમ મેચમા જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, બળવંત ભાઈ પટેલ, રીનાબેન, અનિલભાઈ ચૌધરી, ઇમરાનખાન પઠાણ, ધીરુભાઈ પટેલ , દિનેશભાઈ ભટ્ટ, શિક્ષણ સમિતિના સભ્ય અને બાંધકામ સમિતિના ચેરમેન રોહિતભાઈ પટેલ, માંડવી સુરત સુમુલના ડિરેક્ટર રેશાભાઈ ચૌધરી, વિશ્વજીત ભાઈ ચૌધરી, ગામના સરપંચ અન્ય આગેવાનો, જિલ્લા સંઘના અન્ય હોદ્દેદારો, દરેક તાલુકા સંઘના પ્રમુખ, મંત્રી, અન્ય હોદ્દેદારો હાજર રહી પ્રોત્સાહિત કરેલ હતા. જમવાની વ્યવસ્થા તેમજ અન્ય સુવિધા નભ્યાન બંગ્લોઝ (એચ પી પેટ્રોલ પંપ સામે ) તરફથી ખુબ સુંદર કરવામાં આવેલ હતી, તેમજ મેદાનની વ્યવસ્થા પણ કરી આપવામાં આવેલ હતી.
સેમી ફાઈનલ મેચ માંગરોલ, મહુવા જેમાં મહુવા વિજેતા થઇ હતી, બીજી સેમી ફાયનલ કામરેજ, બારડોલી જેમાં બારડોલી ટીમ વિજયી થઈ હતી ફાઇનલ મેચ બારડોલી અને મહુવા વચ્ચે રમાઈ વચ્ચે રમાઈ હતી જેમાં મહુવા ટીમ વિજેતા થઇ હતી વિજેતા ટીમ મહુવાને, રનર્સ અપ ટીમ બારડોલીને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ટ્રોફી આપવામાં આવી હતી. કિરીટ ભાઈ એ જણાવેલ કે આ પ્રકારની ટુર્નામેન્ટનું આયોજન કરવાથી શિક્ષકો એકબીજાના પરિચયમા આવે, આજે આપણે સ્પોર્ટ્સની ભાવનાથી રમવાનું છે. રોહિતભાઈ એ જણાવેલ કે શિક્ષકો એ કોરોના કાળ દરમિયાન ખુબ જ સારી શિક્ષણની કામગીરી કરી છે જે અભિનંદનને પાત્ર છે, શિક્ષકો ભણતરને આનંદ તરીકે લેશે તો કદી કંટાળો આવવાનો નથી. મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી એ પણ ભાગ લેનાર તમામ ટીમોને પ્રોત્સાહિત કરી હતી. ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે મારુંવ્રત ભાઈ ચૌધરી, જયંતિ ગામીત, કીર્તિપાલ, માંડવી તાલુકા સંઘના અન્ય હોદ્દેદારો દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવેલ હતું. ગણપતસિંહ મહિડા દ્વારા સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કરાયેલ હતું એમ ઇમરાનખાન પઠાણે અખબારી યાદીમા જણાવેલ હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ
સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વરજાખણ મુકામે વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ.
Advertisement