સુરત જિલ્લાપ્રાથમિક શિક્ષકસંઘના પ્રમુખ કિરીટભાઈ જે. પટેલના અધ્યક્ષતામાં કારોબારી સભા પ્રા.શાળા વરજાખણ તા.માંડવી જિ.સુરત મુકામે રાખવામાં આવી હતી જેમાં નીચે મુજબના કામની ચર્ચા કરાઈ હતી.
(૧) બ્રધ્ધાંજલિ (૨) ગતસભાનું પ્રોસેડીંગ વાંચન(૩)જુની પેન્શન યોજના બાબત (૪) ઉચ્ચતર પગાર ધોરણ બાબત (૫) સુરત જિ.પ્રા.શિ.સંઘના સામાન્ય સભ્યપદેથી રાજીનામું આપેલ શિક્ષકોનું રાજીનામું મંજુર કરવા બાબત (૬) આગામી વર્ષ ર૦ર ૨૩ શિક્ષક સંઘ લવાજમ અને શિક્ષક જયોત લવાજમ બાબત (૭) તાલુકા ઘટક સંઘના સ્થાનેથી રજૂ થતાં કાર્યો (૮) પ્રમુખ સ્થાનેથી રજૂ થતાં કાર્યો આ કારોબારી સભામા કિરીટભાઈ પટેલ, અરવિંદભાઈ ચૌધરી, અનિલભાઈ ચૌધરી, ઇમરાનખાન પઠાણ, બળવંતભાઈ પટેલ,રીનાબેન, ચેતન પ્રજાપતિ, ધીરુભાઈ પટેલ દરેક તાલુકા સંઘના પ્રમુખ, મંત્રી અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા કિરીટભાઈ પટેલે જૂની પેન્શન યોજના બાબતે સમજ આપી હતી, HTAT ના સળંગ નોકરીના હુકમોની વાત કરી, તેમજ તાલુકામાથી આવેલા પ્રશ્નોની ચર્ચા કરી હતી શિક્ષણ સમિતિ તરફથી 2 જોડી કપડાંનો ખર્ચ આપવાનો શિક્ષણ સમિતિ એ નક્કી કરેલ છે જેનો આભાર માનતો ઠરાવ સુરત જિલ્લા શિક્ષક સંઘ તરફથી કરવામાં આવેલ હતો આભારવિધિ રાયસીંગભાઇ એ કરી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ
વરજાખણ મુકામે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ.
Advertisement