Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતનાં તાપી રિવરફ્રન્ટના ડોમમાં લાગી ભીષણ આગ.

Share

સુરત તાપી રિવરફ્રન્ટ ખાતે ડોમમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવતાં અફરાતફરી મચી ગઇ હતી. બે દિવસ પહેલા રિવરફ્રન્ટમાં આગ લાગ્યા બાદ આજે ફરી એક વખત રિવરફ્રન્ટના ડોમમાં આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે, દૂર દૂર સુધી તેના ધુમાડા જોવા મળ્યા હતા.

રિવરફ્રન્ટના ડોમમાં આગ લાગતાં જ ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું. થોડી જ મિનિટોની અંદર આગ એટલી વિકરાળ બની કે, સમગ્ર ડોમને લપેટમાં લઇ લીધો હતો. ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબૂ મેળવે તે પહેલા આખો ડોમ બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

Advertisement

Share

Related posts

ઉમરપાડાનાં ખોટા રામપુરા ગામે એક્શન યુવા ગ્રુપનાં સહયોગથી 35 લોકોએ કોરોના વિરોધી વેક્સિનેશન કરાવ્યું.

ProudOfGujarat

ભરૂચ : 12 જેટલા ચોરીના ગુનાઓમાં નાસતા – ફરતા આરોપીને પકડવા જતા પોલીસ પર જીવલેણ હુમલો : આરોપીને પકડી પાડતી રાજપારડી પોલીસ.

ProudOfGujarat

અંકલેશ્વર-ભરૂચ આઇટી એસોસિએશન દ્વારા એબીટા પ્રીમિયર લિંગ 2019-20નું આયોજન કરાયું હતું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!