સુરતમાં અવારનવાર ચોરીના કિસ્સાઓ બનતા રહે છે. સુરતના સરથાણા વિસ્તારમાં ધોળા દિવસે તસ્કરો પાર્કિંગમાં પાર્ક કરેલી મોપેડની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ અજાણ્યા શખ્સો એ 30 મિનિટ સુધી રેકી કરેલી હોય અને રેકીના આધારે ચોરી કરી ફરાર થઈ ગયા છે.
સુરતના સરથાણા વિસ્તારના સાવલીયા સર્કલ નજીક ધોળા દિવસે પાર્કિંગમાં પાર્ક કરેલી એક મોપેડની ચોરી તસ્કરો ચોરી ગયાની ઘટના બનવા પામી છે. આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજના આધારે સરથાણા પોલીસ મથકમાં મોપેડના માલિકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે મોપેડની ચોરી કરનાર અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Advertisement