સુરતમાં ચાલુ ટેમ્પોમાંથી કેટલાક શખ્સો દ્વારા કાપડના તાકાની ચોરી કરવામાં આવતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર આજે વાયરલ થયો છે.
સુરતમાં અવારનવાર ચોરીની ઘટનાઓ બનતી રહે છે પરંતુ ચાલુ ટેમ્પોમાંથી બે બાઇક સવાર દ્વારા કાપડના તાકાની ચોરી કરવામાં આવતી હોય તેવું જાણવા મળ્યું છે. સુરતમાં જાહેર માર્ગ પર કાપડના તાકા લઈને જતા આઇસર ટેમ્પોની પાછળ લટકીને એક બાઈક સવાર દ્વારા કાપડના તાકાની ચોરી કરવામાં આવતી હોય તેમજ આ અજાણ્યા શખ્સના સાગરીત પાછળ આવતા હોય કાપડના તાકા આઈસર ટેમ્પોમાંથી કાઢીને એમને આપવામાં આવતા હોય આ અજાણ્યા શખ્સો ચોરી કરતા સમયે કેમેરામાં કેદ થયા હતા આ રીતે ચોરી કરનાર શખ્સનો વિડીયો આજે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં કાપડના મિલમાલિકો તેમજ સુરતમાં કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં જાગૃતતા રાખવા આ વિડીયો પરથી જાણવા મળ્યું છે આઇસર ટેમ્પોની પાછળ લટકીને કેવી રીતે કાપડના તાકાની ચોરી કરે છે તે પણ આ વીડિયોમાં જોવા મળ્યું છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતાં કાપડના ધંધાર્થીઓ સચેત રહેવા પ્રયત્નો હાથ ધર્યા છે. આખરે આ શખ્સો કોણ છે ? અને આ રીતે કેમ ચોરી કરે છે? તેવા અનેક સવાલો આ વિડીયો પરથી ઉઠવા પામ્યા છે.