સુરતની એમ.ટી.બી કોલેજની વિદ્યાર્થિનીઓ મોપેડ પર જોખમી રીતે ડ્રાઇવિંગ કરતી હોય તેવો વિડીયો વાયરલ થયો છે. એક જ મોપેડ પર 4 વિદ્યાર્થીનીઓ ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને જતી હોય તેવા દ્રશ્યો સુરતના રસ્તા ઉપર જોવા મળ્યા છે.
આ વીડિયોમાં એનસીસી નો યુનિફોર્મ પહેરેલી જોખમી રીતે મોપેડ ડ્રાઈવ કરતી 4 વિદ્યાર્થિનીઓ જોવા મળે છે. એનસીસી નો ડ્રેસ પહેરેલ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને મોપેડ સવાર એનસીસી કેડર્સ હેતાક્ષી હોવાની ચર્ચાઓ થઈ રહી છે. આ વીડિયોમાં છેલ્લે બેઠેલી યુવતીએ સાયકલ પણ હાથમાં પકડેલી છે. એનસીસી કેડર્સ હેતાક્ષી આ વીડિયોમાં હોવાનું જાણવા મળે છે. આ વિડીયો માતા-પિતા માટે લાલબત્તી સમાન વીડિયો છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર એનસીસી ડ્રેસ પહેરેલી યુવતીઓ જેમાં દ્રશ્યમાન થાય છે. ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને આ યુવતીઓ જઈ રહી છે પરંતુ જીવને જોખમમાં મૂકીને આ પ્રકારની ડ્રાઈવ કરવી કેટલે અંશે યોગ્ય છે ?? તેવા સવાલો આ વાયરલ વિડીયોથી સર્જાયા છે??
NCC કેડર્સનો મોપેડ પર જોખમી સવારીનો વીડિયો માતા-પિતા માટે લાલબત્તી સમાન…શું છે ઘટના જાણો વધુ.
Advertisement