સુરતના પાસોદરામાં પરિણીતાએ આગ ચાપી આપઘાત કર્યો છે. સુરતના પાસોદરા વિસ્તારમાં આ બનાવ આઠેક દિવસ પહેલા બન્યો હતો જેમાં પાસોદરાની પરિણીતાએ પોતાના શરીર પર કેરોસીન છાંટીને આપઘાત કર્યો હોય આ કેસમાં પોલીસની પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ થયો છે.
અઠવાડિયા અગાઉ બનેલી ઘટનામાં પોલીસે આજે પરિણીતાના પિયર પક્ષના લોકોના નિવેદનો નોંધ્યા હતા, જેમાં આ પરિણીતાના ભાઈએ પોલીસ સમક્ષ નિવેદન આપતા જણાવ્યું છે કે અવારનવાર મારી બહેનને શંકાની નજરથી જોવામાં આવતી હોય તેમના પતિ દ્વારા સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પરિવારજનોની હેરાનગતિને લઇને કંટાળી જઇને આ પગલું ભર્યું હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે. વારંવાર ટેલિફોનિક વાતચીતમાં પણ સતત ભયના ઓથાર હેઠળ આ પરિણીતાને જીવતી હતી. મૃતક પરિણીતાના પિયર પક્ષના લોકોએ પોલીસ સમક્ષ ન્યાયની માંગણી કરી છે.
Advertisement