સુરત પોલીસ દ્વારા સ્વરક્ષા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સુરત પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને ગુડ ટચ, બેડ ટચ અને આત્મા સ્વરક્ષણ માટેની તાલીમ આપવામાં આવી રહી છે. સુરત પોલીસનો હેતુ છે કે યુવતીઓ અને વિદ્યાર્થીનીઓએ પોતાની રીતે પોતાનું સ્વરક્ષણ કરવામાં સક્ષમ બનવું જોઈએ. જેથી તેઓ કો ઈપણ પ્રકારની મુશ્કેલીમાં પોતાનો બચાવ કરી શકે. એટલા માટે જ સુરતમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતની G.D. ગોએન્કા સ્કુલમાં આ કાર્યક્રમ યોજાયો હતો અને તેમાં શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને ટ્રેનરો દ્વારા અલગ-અલગ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવી હતી.
સ્વરક્ષા અભિયાન અંતર્ગત સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનની મહિલા પોલીસની શી ટીમ સુરત શહેરની અલગ-અલગ શાળા અને કોલેજમાં જશે અને ત્યાં શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ અને યુવતીઓને કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે તો તે પ્રશ્નોના નિકાલ પણ પોલીસની ટીમ દ્વારા કરવામાં આવશે. સ્વરક્ષા અભિયાન હેઠળ સુરત પોલીસ દ્વારા વિદ્યાર્થીનીઓ અને યુવતીઓને માનસિક અને શારીરિક રીતે સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી રહી છે. આ માટે ટ્રેનરોને પણ તૈયાર કરવામાં આવ્યા છે. સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, સુરત શહેરમાં લગભગ 20,000 જેટલી વિદ્યાર્થિનીઓને આ પ્રકારે તાલીમ આપવામાં આવશે.
ગ્રીષ્મા હત્યા બાદ સુરત પોલીસ દ્વારા સ્વરક્ષા અભિયાન શરૂ કરાયું.
Advertisement