સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કામરેજ તાલુકા ટીચર્સ સોસાયટીના મકાનમાં ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકોના બદલીના નવા નિયમોનું સુખદ નિરાકરણ લાવવા બદલ સો ટકા જિલ્લાફેર, અરસપરસમાં વતનનો શબ્દ દૂર કરાવવા બદલ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા મહામંત્રી સતીષભાઇ પટેલનો સન્માન સમારંભ રાખવામાં આવેલ હતો તેમજ એચ ટાટ આચાર્યના મૂંઝવતા પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચા કરી તેઓને દિગ્વિજયસિંહ જાડેજા સતીષભાઈ પટેલ દ્વારા માહિતગાર કરવામાં આવેલ હતા.
દિગુભાઈ તેમજ સતિષભાઈ પટેલનું સુરત જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, અરવિંદભાઈ ચૌધરી તેમજ અન્ય હોદ્દેદારોએ શાલ ઓઢાડી સન્માન કરેલ હતું. આ કાર્યક્રમમાં કિરીટભાઈ પટેલ, અરવિંદભાઈ ચૌધરી, બળવંતભાઇ પટેલ, અનિલભાઈ ચૌધરી, ઇમરાનખાન પઠાણ, ચેતન પ્રજાપતિ, રીનાબેન, દિનેશભાઈ દરેક તાલુકા ઘટક સંઘના પ્રમુખ /મંત્રી તેમજ એચ ટાટ આચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમને સફળ બનાવવા માટે અશ્વિનભાઈ પટેલ, સીરાજભાઈ મુલ્તાની દ્વારા ખુબ સુંદર આયોજન કરેલ હતું. આભારવિધિ સિરાજભાઈ એ આટોપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યાસીનભાઈ મુલતાનીને કરેલ હતું. વિશેષમાં રાજ્ય સંઘના પ્રમુખ /મંત્રી દ્વારા રાષ્ટ્રીય એવોર્ડ મેળવવા બદલ કિરીટભાઈ પટેલનું પણ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું. બારડોલી તાલુકા સંઘના કાર્યવાહક પ્રમુખ શૈલેષભાઈ પટેલ, યુ જી સી નેટ 2021 ની આસીસ્ટન્ટ પ્રોફેસરની પરીક્ષા પાસ થવા બદલ તેઓનું પણ રાજ્ય સંઘના પ્રમુખ/ મંત્રી દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.
વિનોદ મૈસૂરિયા : વાંકલ