સુરતમાં યોગીચોક વિસ્તારના પ્રવાસીઓએ બિલ્ડર વિરુદ્ધ વિરોધ પ્રદર્શિત કર્યો છે. સુરતના યોગીચોકના સોસાયટીના રહેવાસીઓ જણાવે છે કે આ વિસ્તારમાં બિલ્ડરો દ્વારા અમોને કોઈપણ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવેલ નથી, અહીંના બિલ્ડરોએ સ્થાનિક રહેવાસીઓ સાથે છેતરપિંડી કરેલ છે. યોગી ચોક વિસ્તારમાં બિલ્ડરો દ્વારા કોઈપણ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં ન આવતા અહીંના સ્થાનિકોએ માટલા ફોડી, થાળી વગાડી, નારેબાજી કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે ઘણી ખરી સોસાયટીઓ સુરતમાં ડેવલપ થતી હોય છે જેમાં બિલ્ડરો દ્વારા મકાનની સાથે સ્થાનિક લોકોને સામાન્ય સુવિધાઓ જેમ કે લાઈટ, ગટર, રસ્તાઓ વગેરે આપવામાં આવે છે પરંતુ અહીં સુરતના યોગી ચોકમાં રહેતા સ્થાનિકોને પ્રાથમિક સુવિધાઓ ન મળતાં આ વિસ્તારના રહેવાસીઓએ બિલ્ડરો સમક્ષ પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
Advertisement