Proud of Gujarat
FeaturedGujaratINDIA

માનવતા હજુ મરી નથી સુરતનો 108 નો દાખલારૂપ કિસ્સો જાણો વધુ…

Share

અકસ્માતમાં ઘાયલ વ્યક્તિના પરિવારજનને રોકડ રકમ 61,000 હજાર અને સોનાની 3 વીંટી, 1 સોનાનું ચેન, 2 વિવો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન, 1ચાંદીની વીંટી, ડોક્યુમેન્ટ ATM કાર્ડ, ટોટલ 61,000 રોકડા રૂપિયા અને અંદાજીત 1,50,000 ની સોનાની વસ્તુ અંદાજીત 40 હજારના બે મોબાઈલ ફોન ટોટલ 2,50,000 ની મતા 108 ના ઇએમટી શબ્બીરખાન બેલીમ અને પાઇલોટ મુકુન્દ ભાઈ એ પરિવારજનને પરત કરી.

પલસાણા ખાતે રહેતા ઘનશયામભાઈ પટેલ પોતે ભાવનગરથી રો-રો ફેરી જહાજમાં ભાવનગરથી સુરત આવતા પોતે ગતરોજ રાત્રીના સમયે રો-રો ફેરી હજીરાથી પોતાના ઘરે પોતાની બાઇક એકટીવા લઈને જતા હતા અને હજીરા રોડ પર અકસ્માત થતાં માથાનાં ભાગે ઇજા થતાં બેભાન થઈ ગયેલ.
ઉગત લોકેશનની 108 એમ્બ્યુલન્સને કૉલ મળતા ઇએમટી શબ્બીરખાન અને પાયલોટ મુકુન્દભાઈ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા. 38 વર્ષીય ઘનશ્યામભાઈ પાસેથી ઈએમટી શબ્બીરને 61,000 રોકડા રૂપિયા અને સોનાની 3 વીંટી, સોનાની 1 ચેન અંદાજીત 1,50,000 ની મતા એન્ડ્રોઇડ વિવો મોબાઈલ ફોન 2, ચાંદીની વીંટી એક અને ડોક્યુમેન્ટ ATM કાર્ડ મળી આવ્યા હતા અને આગળ સારવાર માટે ન્યૂ સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા.
ઘનશ્યામભાઈની સાથે તેમના કોઈ સગા વ્હાલા ના હોય એટલા માટે 108 ના ઈએમટી શબ્બીરખાન એ તમામ વસ્તુ તેની પાસે લઈને ઘનશ્યામભાઈના મિત્ર મયુરભાઇ સોંપીને માનવતા મરી પરવારી નથી તેનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 108 ના કર્મચારીઓ નૈતિકતા જોઈને દર્દીના પરિવારજનોના આંખમાં ખુશીના આંસુ જોવા મળયા હતા અને પરિવારે 108 ના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

સુરત 108 પૉગ્રામ મેનેજર ફયાજ પઠાણ સર અને ઇએમઇ રોશનદેસાઈ સર, ઇએમટી શબ્બીર બેલીમ અને મુકુન્દ ભાઈની ઈમાનદારી અને કામદારીને બિરદાવી હતી.


Share

Related posts

નડિયાદ નગરપાલિકાના બીજા અઢી વર્ષ માટેના પ્રમુખ-ઉપપ્રમુખો બિનહરીફ વરણી કરાઈ

ProudOfGujarat

ભરૂચ : સેલવાસથી કેમિકલ ભરીને આવતું ટેન્કર ને.હા 48 નવજીવન હોટલ પાસે પલટી જતાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું.

ProudOfGujarat

ભરૂચ : વાલિયા ખાતે પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ આવ્યો જાણો કઈ રીતે…?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!