Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરતમાં નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ૬૬ કે.વી.ના ૧૪ સબ સ્ટેશન બનાવવાનું આયોજન.

Share

રાજયમાં વધતા જતા શહેરીકરણ અને પ્રગતિના કારણે વીજ માંગમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લીમીટેડ (જેટકો) દ્વારા સુરત જિલાની ભૌગોલિક પરિસ્થિતિ, ઘરવપરાશ, ખેતીવાડી માટે સિંચાઈની સુવિધા તથા ઔદ્યોગિક ક્ષેત્રની વીજ માંગને ધ્યાનમાં લઈ ભવિષ્યમાં વીજમાંગને પહોંચી વળવા વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન ૬૬ કે.વી.ના ૦૫ (પાંચ) સબ સ્ટેશન બનાવવાનું કાર્ય પ્રગતિમાં છે. જેમાં ઉમરપાડા તાલુકામાં કડવીદાદરા, માંગરોળ તાલુકામાં વેલાછા અને શાહ, ચોર્યાસી તાલુકામાં સચીન અને કામરેજ તાલુકામાં સેવણી ખાતે નવા ૬૬ કે.વી.ના સબ સ્ટેશનોનું કાર્ય પ્રગતિ હેઠળ છે.

આ ઉપરાંત, સુરત જિલ્લામાં જેટલો દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ૧૪ જેટલા ૬૬ કે.વી.ના સબ સ્ટેશનોના નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બારડોલી તાલુકાના તરભોણ, ચોર્યાસી તાલુકામાં સચીન એપરલ પાર્ક, કામરેજ તાલુકામાં કઠોદરા અને ખોલવાડ, માંડવી તાલુકામાં ગોદાવડી અને કમલાપોર, માંગરોળ તાલુકામાં હથોડા, ઓલપાડમાં પીંજરત, ઉમરપાડામાં ઉભારીયા તથા સુરત શહેરમાં બમરોલી, ડીંડોલી, ગોવાલક-૨ (ઉધના-મજૂરા), રાંદેર અને વરીયાવ ખાતે સબ સ્ટેશન નિર્માણ કરવાનું આયોજન હેઠળ છે. જિલ્લામાં કુલ ૧૧૮ જેટલા સબસ્ટેશનો કાર્યાન્વિત છે.

નોંધનીય છે કે, રાજ્યમાં વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન જેટકો દ્વારા ૧૫૪ જેટલા નવા સબ સ્ટેશનો સ્થાપિત કરવામાં આવ્યા છે. તેમજ ૧,૯૯૩ ચોરસ કિલોમીટર વીજરેખાઓ સ્થાપિત કરી છે. રાજ્ય ૩૧/૦૩/૨૦૨૧ ની સ્થિતિએ ૬૬ કે.વી.થી ૪૦૦ કે.વી.ની વિવિધ ક્ષમતામાં ૬૭,૬૦૧ ચોરસ કિમીની વીજરેખાઓ અને ૨,૧૭૬ સબ સ્ટેશનો ધરાવે છે. જે રાજ્યનો લાંબો દરિયાકિનારો, વિશાળ રણ વિસ્તાર અને અતિ ભયજનક ભુકંપગ્રસ્ત વિસ્તારોને સાંકળી દરેક ખુણાને આવરે છે.

Advertisement

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લીમીટેડે છેલ્લાં ૧૦ વર્ષમાં ટ્રાન્સમિશન લાઈનોની પ્રાપ્યતા ૯૯.૯૩ ટકા અને સબ સ્ટેશનોની પ્રાપ્યતા ૯૯.૮૯ ટકાથી વધુની સિદ્ધિઓ હાંસલ કરી છે. જ્યારે જેટકોના નેટવર્કની વીજ પ્રવહન ક્ષમતા ૮,૬૯૩ મેગા વોટથી વધીને ૨૯,૨૮૦ મેગા વોટ થઈ છે અને ૧૮,૪૨૪ મેગા વોટની મહત્તમ માંગણી સંતોષવામાં આવી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ભાવનગર યુનિવર્સિટીનું બી કોમ. સેમે-6 ની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો યુવરાજસિંહ જાડેજાનો દાવો

ProudOfGujarat

નેત્રંગ અને વાલિયા પોલીસ સ્ટેશનના ગુનાનો ફરાર આરોપી સુરત જિલ્લાના વાડી ખાતેથી ઝડપાયો.

ProudOfGujarat

વાલિયા-વાડી માર્ગ પર વાળ ફળીયા નજીક કેબલ ભરેલ ટ્રકનો ચાલક સામેથી આવતી બાઇકને બચાવવા જતા ટ્રક પલ્ટી જતા બાઈક સવારો સહીત ટ્રક ચાલક દબાઈ જતા ચારેયને ગંભીર ઈજાઓ થવા પામી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!