સુરતમાં મંકી કેપ પહેરીને બાઈક ઉપર સ્નેચીંગ અને લૂંટ કરનાર રીઢા આરોપીઓને અસુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઉધના મગદલ્લા રોડ ગાંધી કુટિરની પાછળ પાલીકાના ડીસ્પોઝલ પ્લાન્ટના ખાડીના પુલ પરથી બે આરોપીઓને ઝડપી પાડયા હતા. પોલીસે તેઓની પાસેથી રેમ્બો છરો, બે મોપેડ, ૧૩ સોનાની ચેઇન વગેરે મળી કુલ રૂપિયા ૧૦.૩૬ લાખથી વધુની મતા કબજે કરી છે. પોલીસ સુરત શહેરનો ૧૬ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢયા છે.
સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી છરો બતાવી સ્નેચીંગ અને લૂંટની ઘટનાને અંજામ આપતી ટોળકી સક્રિય થતા ઉપરા છાપરી અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાતા સુરત પોલીસ કમિશનર દ્વારા સુરત ક્રાઈમ બ્રાન્ચને ગુનાઓ આચરતી ટોળકીને પકડી પાડવા માટે સુચના આપવામાં આપી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા તે દરમ્યાન સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ઉધના મદલ્લા ગાંધી કુટિરની પાછળ પાલીકાના ડીસ્પોઝલ પ્લાન્ટના ખાડીના પુલ પરથી મોપેડ સાથે બે આરોપીઓ પસાર થવાના છે. આ હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. ત્યારે મહારાષ્ટ્ર નંદુરબાર જિલ્લાના વિસરવાડીનો વતની હાલત ઉધના મદલ્લા ગાંધી કુટિર અને ઉધના ભીમનગરમાં રહેતો ગણેશ ઉર્ફે ગણીયો રવિન્દ્ર વાઘ અને ભાઠેના રામદેવ નગર સોસાયટીમાં રહેતો વિજય ડાહ્ના કાંગરીવાળા ઉર્ફે રાણાને ઝડપી પાડયા હતા. પોલીસે તેઓની પાસેથી રૂપિયા ૯.૪૬ લાખથી વધુની ૧૩ સોનાની ચેઇન, લુંટ કરેલા મોપડ, ગુનામાં વાપરેલ મોપેડ,રેમ્બો છરો વગેરે મળી કુલ રૂ.૧૦.૩૬ લાખથી વધુની મતા કબજે કરી છે. પોલીસે પૂછપરછ કરતા ગણેશ ભૂતકાળમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં સ્નેચીંગ, લુંટ, મર્ડર, મારામારી જેવા ગુનામાં પકડાય ચુકયો છે. એક વર્ષ પહેલા ફેબ્રુઆરી ૨૦૨૧ માં ઉધના કાલુ નામના યુવકની હત્યામાં જામીન મુકત થયો હતો તેના સાગરિત અક્ષય સુરેશ શિંદે સાથે ચેઇન સ્નેચીંગ, લુંટના ગુનાઓને અંજામ આપી સરળતાથી રૂપિયા કમાવવાનું નકકી કર્યું હતુ. આ ગુના આચરવા માટે વિજયને પોતાની સાથે લીધો હતો ત્યારબાદ વિજયે સ્નેચીંગ કરેલ સોનાની ચેઇનમા જે નાણા મળે તે સરખે હિસ્સે ભાગ લેવાનુ નકકી કરી ગુનાઓ આચરવા માટે પોતાની પલ્સર બાઈક આપી હતી. ત્યારબાદ ગણેશ અને અક્ષયે બાઇકની નંબર પ્લેટ કાઢી પોતાની ઓળખ છતી ન થાય તે માટે મંકી કેપ પહેરી ઉમરા, જહાંગીરપુરા, સરથાણા અને ખટોદરા વિસ્તારમાં સાંજના સાતથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી ફરીને ગુનાઓને અંજામ આપતા હોવાની કબુલાત કરી હતી. ગુનાના અંજામ આપવા માટે નીકળે ત્યારે કોઈ ભોગ બનનાર અથવા લોકો તેઓનો પીછા કરે અથવા પકડાઈ જાય તો છરો બતાવી ડરાવવા તથા હુમલો કરવા માટે ઉપયોગ કરતા હોવાની કબૂલાત પણ કરી હતી. ડીસીબી એ ઉમરાના છ, અડાજણના ચાર, સરથાણાના બે, ખટોદરાના બે, જહાંગીરપુરાના એક મળી કુલ ૧૬ ગુનાઓના ભેદ ઉકેલી કાઢયા છે.
સુરતમાં બાઈક ઉપર સ્નેચીંગ અને લૂંટ કરતાં બે ઇસમો ઝડપાયા : 16 ગુનાઓનો ભેદ ઉકેલાયો.
Advertisement