સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ૪૦૦ થી વધુ કર્મચારીઓ આજે સ્ટ્રાઈક પર બેઠા છે.
વીર નર્મદ યુનિવર્સિટીના કર્મચારીઓનું કહેવું છે કે અમો ઘણા વર્ષોથી અહીં કામ કરી રહ્યા છીએ તેમ છતાં સંજય કમિટી દ્વારા એવો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે કે કારકુન તરીકે ફરીથી પરીક્ષા અને ઇન્ટરવ્યૂ આપવા જોઈએ છે. આ માટે સિન્ડિકેટ કમિટીનો આ ઠરાવ અમને મંજૂર નથી અનેક કર્મચારીઓ છેલ્લા ૨૦ વર્ષથી આ યુનિવર્સિટીમાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે આથી અમો આજે હડતાળ પર ઉતર્યા છીએ અને અમારી માંગણી છે કે ઘણા વર્ષોથી અમે આ યુનિવર્સિટી માટે કામગીરી કરી રહ્યા છીએ તો અમારે ફરીથી પરીક્ષા કે ઇન્ટરવ્યૂ આપવું ના પડે અને અમારે નોકરીનો ખતરો ના રહે તેવી યુનિવર્સિટીના સત્તાધીશો સમક્ષ રજૂઆત છે.
Advertisement