Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના ભરથાણા કોસાડ રોડ પર બે પરિવારો વચ્ચે સર્જાયા મારામારીના દ્રશ્યો.

Share

સુરતમાં બે પરિવાર જાહેરમાં લડતા હોય તેવો વિડીયો વાયરલ થયો હોય, મધ્યપ્રદેશમાં થયેલા વિવાદની લડાઈ સુરતમાં પહોંચી હોય તેમ આજે આ બનાવમાં અમરોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી મારામારીની તમામ વિગતો મેળવી ગુનો નોંધ્યો છે.

બે પરિવાર વચ્ચેની મારામારીની લડાઈમાં પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો અનુસાર સુરતમાં અચાનક જ બે પરિવાર વચ્ચે જાહેરમાં મારામારીના દ્રશ્યો સામે આવતા લોકો પણ હતપ્રભ બની ગયા હતા. સુરતના ભરથાણા કોસાડ રોડ પર રામનગર સોસાયટીમાં અચાનક જ બે પરિવાર વચ્ચે યુદ્ધના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં મહિલા, વૃદ્ધો અને યુવાનો લાકડાનાં ફટકાથી અરસપરસ માર મારતા હોય તેઓ અમરોલી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાંથી જાણવા મળ્યું છે. આ બનાવમાં એક મહિલાને માર મારતા હોય તેવા સંજોગોમાં તેમના પરિવારજનો તેને બચાવવા આવ્યા હોય તેને પણ સામાપક્ષે મારમારી બાદ બંને પરિવારના ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં અમરોલી પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ગુનો નોંધી આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકામાં મહાશિવરાત્રીની કરાઈ ઉજવણી.

ProudOfGujarat

ઝઘડિયાના રાણીપુરા ગામમાં અજાણ્યા ઈસમોએ આંબાની કલમો કાપી નાંખતા ખેડૂતને આર્થિક નુકસાન.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગનાં ઘાણીખૂંટ ગામે ટ્રક બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 3 વ્યક્તિનાં મોત નીપજયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!