સુરતમાં શાળાએ જતા વિદ્યાર્થીઓ પર બાઈક સવાર બે અજાણ્યા શખ્સોએ ચાકુ વડે હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આજે સવારે અચાનક જ એક શાળાની બહાર બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો કરી વિદ્યાર્થીને ઇજાગ્રસ્ત કર્યો હતો. આ હુમલો આખરે કયા કારણોસર કરવામાં આવ્યો હોય ? કે વિદ્યાર્થી સાથે કોઈ જૂની અદાવતનો ખાર રાખવામાં આવ્યો હોય? તે તમામ કારણો વિશે શાળાના સત્તાધીશો તેમજ પોલીસ તપાસ કરી રહી છે. હુમલો કર્યા બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા, ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક ધોરણે 108 દ્વારા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Advertisement