Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતનાં અમરોલીમાં BRTS બસે મહિલાને અડફેટે લેતા મોત.

Share

સુરતના અમરોલી વિસ્તારમાં બસે મહિલાને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત થયું છે.

આજે સુરતમાં અમરોલી વિસ્તારમાં બસે મહિલાને અડફેટે લેતા મહિલાનું મોત નીપજયું હતું. સુરતમાં બીઆરટીએસ બસની અડફેટે એક મહિલા આવી હતી જેમાં બીઆરટીએસ બસ ચાલક પૂરજોશમા બસ હંકારતો હોય તેવામાં રોડ ક્રોસ કરતી મહિલા બસની અડફેટે આવતા મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. અકસ્માત થતાંની સાથે જ બીઆરટીએસનો બસચાલક બસને રસ્તા પર છોડી ઘટના સ્થળેથી નાસી છુટયો હતો. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ સમગ્ર બનાવની પોલીસે પંચનામુ કરી વિગતો મેળવી હતી અને બસ ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકામાં ગાત્રો ધ્રુજાવતી ઠંડીથી જનજીવન પ્રભાવિત

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી નેશનલ હાઇવે સર્કલ પાસે અચાનક કાર સળગી ઉઠતા દોડધામ.

ProudOfGujarat

ભરૂચ : રિક્ષામાં મહિલાઓને બેસાડી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના પડાવી લેતી ટોળકી આખરે પોલીસ પકડમાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!