Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં મકાન માલિકની પત્નીની છેડતી કરનારને ઠપકો આપતા યુવકની હત્યા કરાઇ.

Share

સુરતના પાંડેસરામાં મકાનમાલિકની પત્નીની છેડતી કરનારને ઠપકો આપનારને રાત્રે ચપ્પુના 7 ઘા મારી પતાવી દેવાયો હતો. બપોરે એક તમાચો ખાધા બાદ હત્યારાએ કહ્યું હતું કે રાત્રે તું રહીશ કે હું, ને ઓટલા પર બેસેલા સાલુને મિત્રોની સામે જ ઉપરાઉપરી ચપ્પુના ઘા મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે ગુરુવારની બપોરે પાડોશમાં રહેતા સોમનાથ ગુપ્તાએ મકાનમાલિકની પત્નીની છેડતી કરી હતી. એને લઈ સાલુએ ઠપકો આપી તમાચો માર્યો હતો. ત્યારે જ સોમનાથે ધમકી આપી હતી કે રાત્રે તું રહીશ કે હું. બસ, ત્યાર બાદ રાત્રે ભોજન કરી ઓટલા પર બેસેલા સાલુ ઉપર હુમલો કરી પતાવી દેવાયો હતો. સાલુને 7 થી વધુ ઘા મારવામાં આવ્યા હતા. સોમનાથ બગલમાં ચપ્પુ સંતાડીને લઈ આવ્યો હતો. હત્યા બાદ સોમનાથ ભાગી ગયો હતો. સાલુ સાથે બેસાલા તેના મિત્ર શિવબાલક રામકિશન વર્માને પણ ચાકુ મારી ઇજા પહોચાડી હતી. હત્યા કરનાર સોમનાથ દારૂનો બંધારણી હોવાનું બહાર આવ્યું છે. રૂમ માલિકની પત્નીની છેડતીની બબાલમાં સાલુની હત્યા થઈ છે. પોલીસે સોમનાથને પકડી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે. સાલુની હત્યાની ખબર સાંભળતા જ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. યુપીનો વતની હાલ પાંડેસરા વડોદ ગામના જગન્નાથ નગરમાં રહેતો ૨૨ વર્ષિય સાલું કિષ્નાપાલ વર્મા સાલુ કલર ટેક્સ કંપનીમાં કામ કરતો હતો.માતા-પિતા અને ૨ ભાઈ વતનમાં રહે છે.

Advertisement

Share

Related posts

બિરલા સેન્ચ્યુરી મેનુફેકચરીંગ પ્લાન્ટને લીડ ધી ફોર એવોર્ડ એનાયત કરાયો

ProudOfGujarat

લવ આજ કલ 2 ની એકટ્રેસ પ્રણતિ રાય પ્રકાશ એકતા કપૂરની વેબ સિરીઝ “કાર્ટેલ” માં દેખાશે.

ProudOfGujarat

અંકલેશ્વરની લાયન્સ સ્કૂલનો રજત જયંતી મહોત્સવ ઉજવાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!