સુરતમાં બાળકની દેખરેખ માટે રાખેલી કેરટેકર મહિલા દ્વારા બાળકને મારપીટ કરતો વિડીયો વાયરલ થયો છે. આ ઘટનાએ હૃદય કંપાવી નાંખ્યા છે.
સુરતની ઘટના બાળકોની કેરટેકર માટે રાખેલી એક મહિલાએ આઠ મહિનાના બાળકનો કાન મરોડી પલંગ પર પછાડ્યો હોય તેવું સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું છે. બાળકને જોરથી લાફા પણ માર્યા હતા જેથી બાળકના માથામાં હેમરેજ થઈ જતા આ બાળકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે. સુરતની સામાજિક સંસ્થાઓ અને પોલીસ દ્વારા એવું સૂચન કરવામાં આવ્યું છે કે કેરટેકર મહિલાઓના અમાનુષી અત્યાચાર તેમજ જે વાલીઓ નોકરી કરતા હોય છે તેઓ દ્વારા કેરટેકર કરતી મહિલાઓના સ્વભાવને જાણી-સમજી અને ત્યારબાદ બાળકને તેને સોંપવું જોઇએ આ કિસ્સો વર્કિંગ વુમન માટે લાલબત્તી સમાન રૂપથી કિસ્સો બન્યો છે. સુરતના પાલનપુર સ્થિત જલારામ એપાર્ટમેન્ટમાં રહેતા નીતેશ પટેલ શિક્ષક છે જયારે તેઓની પત્ની પ્રોફેસર છે. બંને દંપતીને થોડા સમય પહેલા ટવીન્સ બાળકો જન્મ્યા હતા પરંતુ બંને દંપતી નોકરી કરતું હોવાથી બાળકોની દેખરેખ માટે મિતેશભાઈ પોતાના જ મિત્રની પત્ની કોમલબેન રવી તાંદેલકરને કેરટેકર તરીકે રાખી હતી અને બંને દંપતી કોમલ બેનને બંને બાળકો સોંપી નોકરી પર જતા હતા.
અહીં નોંધનિય છે કે જે તે સમયે દંપતી બન્ને પોતાના કામમાં વ્યસ્ત હોય અને બાળકો માટે કેરટેકર મહિલા રાખવાની હોય તો જે તે સંસ્થા કે કેર કરનાર મહિલાની સંપૂર્ણપણે જાણકારી મેળવવી આવશ્યક છે. આ કિસ્સો સમાજમાં લાલબત્તીરૂપ બનવા પામ્યો છે આથી નોકરિયાત દંપતી માટે આ કિસ્સો ચેતવણી સમાન સાબિત થયો છે.