સુરતના અમરોલી વિસ્તારમાં ફરી એક વખત તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ચાર રેસિડન્સીમાં રૂપિયા 27 લાખની મત્તાની ચોરી કરવામાં આવેલ છે જેનો ભેદ ઉકેલવા પોલીસ કાફલો ઘટના સ્થળે જઇ પંચનામું સહિતની વિગતો નોંધી હતી.
સુરતના અમરોલી વિસ્તારમાં ચોરીના બનાવો અવારનવાર બનતા રહે છે. કરસનભાઈ કોટેચા તેઓ 04:00 થી લઈને 9:00 દરમિયાન પોતાની દુકાને ગયેલા હોય તેવા સમયે ધોળે દિવસે તેઓના ફ્લેટમાં ઘુસી જઇ અને સોના ચાંદીના દાગીના રોકડ રકમ સહિત રૂપિયા 27 લાખની મતા તસ્કરો ચોરી ગયેલા છે. આ સમગ્ર બનાવની તપાસ અમરોલી પોલીસ ડિવિઝન વિસ્તારના એસીપી એસ.એમ પટેલના નેજા હેઠળ થઇ રહી છે. આ ચોરીની ઘટના વિશે વિગતો આપતા તેમણે જણાવ્યું છે કે ફ્લેટનો દરવાજો કોઈ સાધન કે ચાવી વડે ખોલવામાં આવ્યો છે તેમજ ધોળે દિવસે ફ્લેટમાં ચોરી કરનાર શખ્સ જો કોઈ જાણભેદુ હોય તેવું પ્રથમ કેસને જોતાં લાગી રહ્યું છે. હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ચોરીનો ભેદ ઉકેલવા માટે અમરોલી પોલીસે તમામ દિશાઓમાં તપાસનો ધમધમાટ ચલાવી રહી છે.
સુરતના અમરોલીમાં ધોળે દિવસે તસ્કરોએ 27 લાખની ચોરી કરી.
Advertisement