Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના કોસાડમાં ગેરકાયદે ચાલતી દુકાનો મનપાએ કરી સીલ.

Share

સુરતના કોસાડ ખાતે આવેલ EWS આવાસ એચ 2 પાસે એસ.એમ.સી.ની દુકાનો પર અસામાજિક તત્વો દ્વારા કબજો કરવામાં આવતા સુરત મહાનગરપાલિકાની ટીમ કાર્યવાહી કરવા માટે આજે પહોંચી હતી.

સુરતમાં કતારગામ ઝોનના અધિકારીઓએ આજે કોસાડમાં આવેલા EWS આવાસ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અસામાજિક તત્વો દ્વારા કબજો કરેલી દુકાન ઉપર કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મનપાના શોપિંગ સેન્ટરની દુકાનોમાં પણ અસાહજિક રીતે કબજો કરતા દુકાનોનો કબજો મેળવી તમામ દુકાનો પર સીલ મારવાની કાર્યવાહી સુરત મનપાના અધિકારીઓએ કરી હતી તેમજ અવેધ રીતે કબજો કરનાર તત્વો સામે કાર્યવાહી કરી અને તેમની દુકાનોમાંથી તમામ પ્રકારનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર બનાવ દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરત મનપાના અધિકારીઓ સાથે સુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

માંગરોળ કોર્ટમાં ભારતના સંવિધાન દિવસ અંતર્ગત સંવિધાનની ઉદ્દેશીકા વાંચન કરાઇ.

ProudOfGujarat

મેધની મહેર વલસાડ તંત્રનો “કહેર”વલસાડ નગર પાલિકાની કામગીરીથી જનતા ત્રસ્ત !વિજયભાઈ તંત્રની પાઠશાળા લ્યો !

ProudOfGujarat

ભરૂચ : મીની લોકડાઉન બાદ આજે વેપારીઓએ પુન: ધંધા વ્યવસાય શરૂ કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!