અમદાવાદની ધંધુકાની ઘટનાને લઇને સુરતમાં પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો જેના અનુસંધાને કલેકટરને આવેદનપત્ર આપી હત્યાનો ગુનો કરનાર આરોપીને ફાંસીની સજા આપવાની માંગણી કરાઇ છે.
તાજેતરમાં અમદાવાદના ધંધુકામાં બનેલી હત્યાના સંદર્ભમાં દક્ષિણ ગુજરાત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રાંત ઉપાધ્યક્ષ હસમુખ હૈયાની દ્વારા આજે સુરત કલેકટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર ઘટનાને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની રજૂઆત કરાઇ છે તેમજ વિધર્મીને ફાંસીની સજા આપવા માંગણી કરવામાં આવી છે. આ તકે બહોળા પ્રમાણમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સભ્યો કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા.
Advertisement