સુરત એસ.એમ.સી ની મુખ્ય કચેરી પર કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતાં મેડિકલ કર્મચારીઓની માંગણી ના સંતોષાતા આજે પોતાની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને આગામી સમયમાં જો તેઓને માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
સુરતમાં કોરોનાનું સંક્રમણ પિક પર હોય તેવા સંજોગોમાં મેડિકલ કર્મચારીઓ માંગણીઓ ન સંતોષાતા આજે મનપા કચેરીએ કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતાં તમામ મેડિકલ કર્મચારીઓ લેબ ટેકનિશિયન તેમજ આયુષ ડોક્ટરો મનપાની કચેરીએ પહોંચી પોતાની માંગણીઓ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂ કરી હતી. કોરોના સંક્રમણ અટકાવવાની કામગીરી કરતા મેડીકલ ઓફિસરો દ્વારા ત્રીજી લહેરમાં પોતાના જીવના જોખમે ખડે પગે રહી રાત દિવસ દર્દીઓની સેવા કરે છે. આ અગાઉ પણ આ બાબતે અનેક વખત રજૂઆત કરી છે તેમ છતાં મનપા દ્વારા કોઈ હકારાત્મક નિર્ણય ન આવતા આજે નર્સિંગ સ્ટાફ લેબ ટેકનિશિયન તેમજ મેડીકલ ઓફિસરો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને આગામી સમયમાં જો તેઓની માંગણીઓ નહીં સંતોષાય તો કામ બંધ કરી હડતાળ ઉપર ઉતરવામાં આવશે તેવી ચીમકી પદાધિકારીઓ સમક્ષ આપવામાં આવી છે.
સુરત : કોરોનાનું સંક્રમણ પીક પર હોય ત્યારે મેડિકલ કર્મચારીઓ દ્વારા હડતાળની ચીમકી.
Advertisement