આપના કોર્પોરેટરો દ્વારા પાલિકાના વાહનો કબજે કરવામાં આવ્યા હતા. અવારનવાર ડ્રેનેજ લાઈન બ્લોક થવાને કારણે સ્થાનિકોએ ફરિયાદ કરેલ હોય. વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર ધર્મેશ વાવલિયાએ ડિસેલેટીંગ વાહન કબજે લીધા હતા. સુરતના વરાછા હીરાબાગ વિસ્તારમાં આવેલી વિઠ્ઠલ નગર સોસાયટીમાં અવારનવાર ડ્રેનેજ લાઇન બ્લોક થવાને કારણે સ્થાનિકોએ ફરિયાદ કરેલ હોય અને જ્યાં સુધી કામગીરી પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી વાહનો છોડવામાં નહીં આવે તેમ ધર્મેશ વાવલિયાએ જણાવ્યું હતું તેમજ પાલિકાના કર્મચારીઓ રોડ પર વાહન મૂકી રફુચક્કર થઈ ગયેલ હોય જેના કારણે આ વિસ્તારમાંથી પસાર થતા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
અહીં નોંધનિય છે કે અવારનવાર ડ્રેનેજ લાઇન બ્લોક થતી હોય છે જેના કારણે જાડી ચામડીના સત્તાધીશો કોઈપણ જાતની પોતાના વિસ્તારોમાં આવતી કામગીરી પૂર્ણ કરતા ન હોય જેના કારણે આજે નગરપાલિકાના વાહનો આપના કોર્પોરેટરો દ્વારા કબજે લેવામાં આવ્યા હતા.
સુરતમાં ડ્રેનેજની યોગ્ય સફાઇ ન થતાં આપ ના કોર્પોરેટરોએ પાલિકાના વાહનો કબ્જે કર્યા.
Advertisement