સુરતમાં ફરી એક વખત સુરત મહાનગરપાલિકા અને પથારાવાળાઓ વચ્ચે ઘર્ષણ ઊભું થયું છે, સુરતના પુણા વિસ્તારમાં આવેલ આઇમાતા રોડ પર દબાણ દૂર કરવા ગયેલી પાલિકાની ટીમ અને પથારાવાળાઓ વચ્ચે મામલો બિચક્યો હતો.
સુરતમાં અવારનવાર પાલિકા અને પથારાવાળાઓ વચ્ચે ઘર્ષણ ઉભું થતું હોય છે જેમાં આજે સુરત મહાનગરપાલિકાની ટીમ અને પથારાવાળાઓ વચ્ચે ઘર્ષણ ઉભું થતાં પથારાવાળાઓએ પથ્થર મારો કરતાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં ૧૦૮ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જેના કારણે સમગ્ર મામલો બિચકયો હતો અને પુણા પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલો થાળે પાડયો હતો. સુરતમાં અવારનવાર પથારાવાળાઓ અને પાલિકાની ટીમ બચ્ચે બોલાચાલી થતી હોય છે પરંતુ આ વખતે પથ્થર મારો થતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો.
Advertisement