Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : માંડવી તાલુકાના આમલીડેમમાં મૃત્યુ પામનારને રૂપિયા ચાર લાખની સહાય આપવાનો પ્રસ્તાવ સ્વીકાર કરતા મુખ્યમંત્રી.

Share

સુરત જિલ્લાના માંડવી તાલુકાના દેવગીરી ગામના ૧૦ ઈસમો તા.૧૧-૧-૨૦૨૨ ના રોજ નાવડીમાં બેસી આમલીડેમના સામેના ટેકરા ઉપર ઘાસચારો લેવા જતા હતા. તે સમયે અચાનક નાવડી ઉંધી થઈ ડુબી જતા ૧.મીરાભાઈ ડેભાભાઈ વસાવા ઉ.વ.૭૦, ૨.૨ાલુબેન મગનભાઈ વસાવા ઉ.વ.૫૫, ૩.મગનભાઈ નગરીયાભાઈ વસાવા ઉ.વ.૬૦, ૪. રાયકુબેન મગનભાઈ વસાવા ઉ.વ.૫૫, ૫.પુનીયાભાઈ નગરીયાભાઈ વસાવા ઉ.વ.૬૫, ૬.દેવનીબેન પુનીયાભાઈ વસાવા ઉ.વ.૬૩ તથા ૭.ગીમલીબેન રામસિંગભાઈ વસાવા ઉ.વ.૬૨ નું મરણ થયેલ, આપી આ બાબતની જાણ પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાને તથા માન.સાંસદ પ્રભુભાઈ વસાવાને જાણ થતા ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. મરણ પામેલ ઈસમોને સરકારમાંથી જરૂરી સહાય મળે તે માટે માન.કેબીનેટ મંત્રી નરેશભાઈ પટેલ, માન.કેબીનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદી, પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા, માન.સાંસદ પ્રભુભાઈ વસાવા તથા સુરત જિલ્લા ભાજપા પ્રમુખ સંદિપભાઈ દેસાઈએ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને માન.મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ ૨જુઆત ક૨તા સરકારમાંથી મૃત્યુપામનાર દરેક ઈસમોને રૂા.૪ લાખની સહાય મંજુર મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે.

આમ સરકાર તરફથી સહાય મળતા દેવગીરી ગામનાં પ્રજાજનો તથા માંડવી તાલુકાના આગેવાનો ત૨ફથી માન.કેબીનેટ મંત્રી નરેશભાઈ પટેલ, માન.કેબીનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદી, પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા, માન.સાંસદ પ્રભુભાઈ વસાવા તથા સુરત જિલ્લા ભાજપા પ્રમુખ સંદિપભાઈ દેસાઈએ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને માન.મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરેલ છે.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

2023 થી તમામ સરકારી શાળાઓમાં ધોરણ 9 માં 67 વ્યાવસાયિક વિષયો દાખલ કરાશે.

ProudOfGujarat

ઝઘડીયાની કંપનીમાં કન્ટ્રકશનનું કામ કરતા કોન્ટ્રાક્ટરને ધમકી આપી માર માર્યો.

ProudOfGujarat

મલ્ટીપ્લેક્ષમાં શા માટે રહે છે પ્રેક્ષકોની પાંખી હાજરી ? જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!