સુરતના તાપી જિલ્લાના નિજર અને કુકરમુંડામા ગેરકાયદે રેતી ખનન થતું હોવાની જાણને પગલે સુરતના જાગૃત નાગરિક દ્વારા રેતી ખનનના વિડિઓ બનાવ્યા હતા અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં સ્થાનિક પત્રકારો સાથે જાગૃત નાગરિક દ્વારા વીડિયો મારફતે સમગ્ર કૌભાંડ વાયરલ કર્યું હતું.
જેના પગલે મહેન વસાવા નામના જાગૃત નાગરિકને કૌભાંડીઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.
મહેન વસાવાએ આક્ષેપ કર્યા હતા કે આ સમગ્ર કૌભાંડમા સરકારને નુકશાન થાય છે. કૌભાંડકારી દિનેશ મેટ્રો પ્રાગજીભાઈ સુહાગીયા દ્વારા આ સમગ્ર કૌભાંડ કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર કૌભાંડ 150 કરોડ જેટલી છે. જે વર્ષમા 8 મહિના રેતી ખનન ચાલે છે જેમાં સરકારની રોયલ્ટી ચોરી કરી માસિક બે કરોડ રૂપિયા જેટલું કમાય છે. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવાના પગલે જાગૃત નાગરિકને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી જેથી સુરત જિલ્લા કલેકટરને આવેદન પાઠવી રજુઆત કરાઇ હતી. જાગૃત નાગરિક મહેન વસાવાએ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે જીવના જોખમને પગલે જો તેમના પર હુમલો કરી કઈ પણ થાય તો તેની તમામ જવાબદારી રેતી કૌભાંડ કરનારા દિનેશ પ્રાગજી સુહાની અને તેના સાગરીત લોકોની રહેશે તેવું રજૂઆતમાં જણાવ્યું છે.