*સમાજમાં થનાર લગ્ન એ સાદગીની નિશાની હોવી જોઈએ,*
*લગ્નમાં થનાર બિનજરૂરી ખર્ચાઓથી બચવુ જોઈએ*
કઠોર મુસ્લિમ કોમ્યુનીટી ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્રારા આયોજીત ડૉ. મુસાજી ડી. એમ. લોખાત ફેમેલી ચેરીટેબલ ટ્રસ્ટ, ધી મુસ્લિમ સોસાયટી ઓફ યુ.કે., ધી સુરતી ગરાસીયા મુસ્લિમ એજ્યુકેશ સોસાયટી ખોલવડ, ઈન્ડિયન મુસ્લિમ રીલીફ & ચેરીટી અંજુમને તાલીમુલ મુસ્લિમીન મલેકપોર, ઈન્સાફ ફાઉન્ડેશન સુરત અને દેશ-વિદેશના સખીદાતાઓના સહયોગથી ગ્રામજનો અને દાતાઓની હાજરીમાં કુલ 44 દિકરીઓએ લગનગ્રંથીથી જોડાઈને નવજીવનની શરૂઆત કરી હતી.
પિતાની છત્રછાયા ગુમાવનાર અને જરૂરીયાતમંદ એવી 44 દિકરીઓના સમુહ લગ્નનુ આયોજન 16 જાન્યુઆરી રવિવારના રોજ કઠોર એમ. એ. આઈ. શૈક્ષણિક સંકુલના ગ્રાઉન્ડ ઉપર પરદેશથી પધારેલા મહેમાનો તેમજ છોકરા છોકરીઓના સ્વજનોની હાજરીમાં ઉપરોકત ટ્રસ્ટ દ્રારા કોવિડ-19 ની સંપૂર્ણ ગાઈડલાઈનનું પાલન કરી સમુહ નિકાહનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પ્રત્યેક જોડાને સંસ્થા તરફથી કબાટ, પલગ, ફીઝ, તેમજ ઘરવખરીની જરૂરી વસ્તુઓ સંસ્થા વતી ભેટ આપવામાં આવી હતી. જેની એક સેટની અંદાજિત કિંમત 30000 ત્રીસ હજાર થાય છે,ટ્રસ્ટ દ્રારા આગામી સમુહ લગ્નમાં એક સાથે 100 જેટલી દીકરીઓના લગ્ન કરાવવા માટે સંકલ્પ કર્યો હતો.
આ પ્રસંગે કારી જુબેર મુન્શી સાહબ, મૌલાના ઈસ્માઈલ અસ્માલ સાહબ, મૌલાના ફૈયાઝ લાતુરી સાહબ, કારી ઈસ્માઈલ પીરામણી સાહબ, મૌલાના હશન ઉમરજીએ છોકરા છોકરીઓના નિકાહ કરાવી પ્રસંગને અનુરૂપ વકત્વમાં જણાવ્યુ હતુ કે, પોતાના લગ્ન પછી પતિના પત્ની ઉપરની ફરજ અને જવાબદારી ઉપર ખૂબ ભાર મુકયો હતો, તદઉપરાત તેમણે લગ્ન પાછળ થનાર ખોટા દેખાવો અને ખર્ચાઓને કારણે આજે સમાજની કેટલી દિકરીઓ કુવારી તો કેટલાક પિતાઓએ પોતાની જાતને દેવામાં ધકેલી દીધેલ છે તેમણે સમજાવ્યુ કે લગ્ન સાદાઈથી અને ઓછા ખર્ચાળ થવા જોઈએ, લગ્ન કરતા વધારે ખર્ચ છોકરાઓના શિક્ષણ પાછળ કરી દીકરા-દીકરીઓને શિક્ષીત કરી સમાજને શીક્ષીત કરવો જોઈએ. અંતે સંસ્થાના હોદ્દેદારોએ સમુહ લગ્નમાં આવનાર તમામ લોકોનો જાહેર આભાર વ્યકત કર્યો હતો કેમ્પસમા સંસ્થાના હોદ્દેદારો તેમજ ટ્રસ્ટી મંડળ દ્વારા ખુબ સુંદર આયોજન કરેલ હતું.
વિનોદ મૈસુરીયા : વાંકલ