સુરત જિલ્લાના માંડવી તાલુકાના આમલી ગામના ડેમમા હોળી પલટી જતા મૃત્યુ પામેલ પરિવારોને ૪ લાખનું વળતર આપવા માટેની માંગણી ઉમરપાડા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરિશભાઈ વસાવાએ કરી.
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલ દેવગીરી ગામના 10 શ્રમિકો નાવડીમાં બેસીને ઘાસ કાપવા માટે જતા હતા ત્યારે અચાનક નાવડી પલટી જવાથી પાણીમાં ડૂબી ગઈ હતી. જેમાંથી પાણીમાં ડૂબી જવાથી 7 શ્રમિકો ડૂબી ગયા હતા તેમાંથી બે શ્રમિકોની લાશ મળી અને પાંચ શ્રમિકો હજુ લાપત્તા છે. પાંચ શ્રમિકોની લાશ મળી નથી એમની લાશ NDRF અને SDRF ના જવાનો અથવા કોઈ મરજીવો વિષેશ આધુનિક ટેકનોલોજી મારફતે એમની ડેટ બોડી કાઢવા સરકાર વિશેષ પગલાં લે અને મુખ્યમંત્રીના રાહત ફંડ અથવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ચાર લાખ રૂપિયા વળતર તેમના પરિવારોને મળે એ માટે અમારી માંગણી સાથે આવેદનપત્ર મુખ્યમંત્રીને મોકલવામાં આવ્યું હતું. આ પ્રસંગે હરીશ વસાવા, જીમ્મી વસાવા, હીરાલાલભાઈ હિતેશ પટેલ, સામસિગ, ધારાસિગ વગેરે હાજર રહી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ