Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : ફુટવેર માં 12% જી.એસ.ટી લાદવામાં આવતાં સરકાર સમક્ષ ફુટવેર એસોસિયેશનનો વિરોધ.

Share

સરકાર દ્વારા તાજેતરમાં ફુટવેર પર 12% જી.એસ.ટી કરવામાં આવતા સુરતના ફુટવેર એસોસિએશનના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શિત કરી દુકાનો બંધ કરી હડતાલ પર ઉતરી કંપનીમાંથી પરચેસ ના કરવા સહિતની બાબતો જણાવી હતી.

જાન્યુઆરી મહિનાથી વિવિધ પ્રકારના જીએસટીમાં વધારો કરવામાં આવ્યો છે. તેમાં બુટ ચપ્પલ, પગરખા, વિવિધ પ્રકારના લગ્ન પ્રસંગમાં પહેરાતા ચંપલો, સ્લીપરમાં સરકાર દ્વારા જે પાંચ ટકા જીએસટી ચાલતો હતો તેમાં વધારો કરી અને 12% જી.એસ.ટી કરવામાં આવતા હોલસેલ અને રીટેલ વેપારીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. વેપારીઓ જણાવે છે કે જો સરકાર દ્વારા જીએસટીમાં ઘટાડો કરવામાં નહીં આવે તો અમો કંપનીઓ પાસેથી માલ ખરીદી કરવાનું બંધ કરી દઈશું તેમજ વધુમાં જણાવે છે કે સુરતમાં સો જેટલા હોલસેલ વેપારીઓ છે તેમજ પાંચ હજારથી વધુ દુકાનદારો રિટેલ માલનું વેચાણ કરતા દુકાનદારો છે જે તમામ ફુટવેર એસોસિએશન સાથે મળી સરકાર સમક્ષ 12% જી.એસ.ટી વધારાનો વિરોધ કર્યો હતો. રૂપિયા 1000 ની ખરીદી પર બાર ટકા જીએસટી ભરવું તે કોઈપણ સંજોગોમાં વેપારીઓને પરવડે તેમ ન હોય આથી આજે સુરતના ફૂટવેર એસોસિયેશનના રિટેલ અને હોલસેલ તમામ વેપારીઓએ સરકાર સમક્ષ ઉગ્ર માંગણી કરી છે. ફુટવેરમાં વધારો કરવામાં આવેલ જીએસટી પરત ખેંચવામાં આવે અને પાંચ ટકા જીએસટી યોગ્ય હતું તે જ રાખવામાં આવે તેમ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા એન્ટી ઈન્કમ્બન્સીને લઈને ચોંકાવનારી વિગતો આવી સામે

ProudOfGujarat

“મુખ્યમંત્રી બાળ સેવા યોજના” અંતર્ગત કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવનાર બાળકો માટે માસિક રૂ.૪૦૦૦/- આર્થિક સહાય.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડી ત્રણ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!