સુરત જિલ્લાના સાહોલ કીમ-માંડવી રોડ પરના કિમ ગામ ખાતે આવેલા એલ.સી.નં.૧૫૮(સાયણથી કિમ સ્ટેશન વચ્ચે) પર આર.ઓ.બી. બાંધવા માટે વાહન વ્યવહાર સરળતાથી ચાલે તથા અકસ્માત ન સર્જાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વાય.બી.ઝાલા દ્વારા એક હંગામી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ સુરત જીલ્લામાં આવેલા કાર્યપાલક ઈજનેર, (મા.મ.) વિભાગ-૨, સુરત હસ્તકના સાહોલ-કીમ-માંડવી રોડના કીમી ૧૦/૪ પર કીમ ગામમાં આવેલા એલ.સી.નં.૧૫૮ (સાયણથી કીમ સ્ટેશન વચ્ચે) પર આર.ઓ.બી. બાંધવાની કામગીરી શરૂ હોવાથી આ રસ્તા પર બંને તરફના વાહનોને તા.૨૮/૦૨/૨૦૨૨ સુધી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ સમય દરમિયાન ડાયવર્ઝન તરીકે આ માર્ગોનો ઉપયોગ કરી શકાશે. જેમાં
૧) ને.હા.નં. ૪૮ થી આંબોલી થઈને કઠોર-વેલંજા-સાયણ-સંધીયેર-ઓલપાડ-માસમા-સારોલી-સુરત રૂટ પર બંને તરફ જઈ શકાશે.
૨) અંકલેશ્વર તથા આજુબાજુથી આવતા વાહનો ને.હા. નં.૪૮ થી કોસંબા ચોકડીથી કોસંબા-ખરચ-પાંજરોલી-ઓભા-સાહોલ-કદરામા-ઓલપાડ-માસમા-સરોલી થઇ સુરત રૂટ પર બંને તરફ જઈ શકશે.