હવે 31 મી ડિસેમ્બર એટલે કે વર્ષના અંતિમ દિવસના આડે માત્ર ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે સુરત પોલીસ તેના કડક અને ચુસ્ત એકશન પ્લાન અમલમાં મુકવા અંગે આખરી ઓપ આપી રહી છે. પોલીસ તંત્ર સ્વાભાવિક રીતે કડક વલણ અખત્યાર કરે તે સ્વાભાવિક બાબત છે. તા.31 ની રાત્રે લોકો ટોળા સાથે ઉજવણી ન કરે તે માટે પોલીસે ટકોર કરી છે. આમ કરીને પોલીસે કોરોના ગાઈડ લાઈનના કડક અમલ અંગે સંકેત આપ્યો છે. સુરત પોલીસ દ્વારા બહાર પાડેલ જાહેરનામાની અમલવારી કરવામાં આવે તેવી સૂચના દરેક લોકોને આપવામાં આવી છે તેમજ દરેક સુરતના રહેવાસીઓને કડક સૂચના આપવામાં આવી છે કે 11 વાગ્યા બાદ કોઈ રોડ પર ન દેખાય નહિ નહિતર કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ કમિશનરે ચેતવણી આપી છે.
Advertisement